Mysamachar.in-ગાંધીનગર
વિધાનસભા સત્ર દરમ્યાન નર્મદાના પાણીથી સૌરાષ્ટ્ર વિસ્તારના ડેમો ભરવા સબંધે સૌની યોજનાનાં ખર્ચ અંગે ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પ્રશ્નો પુછી જાણવા માંગેલ હતું કે,નર્મદામાંથી સૌરાષ્ટ્રના ડેમો ભરવાની સૌની યોજના વર્ષ 2017-18માં પૂર્ણ કરવાનું આયોજન હતું, તો તા. 30/09/2020ની સ્થિતિએ સૌની યોજના ક્યા તબક્કે છે? ઉકત યોજનાની સૈદ્ધાંતિક અને વહીવટી મંજુરી ક્યારે કેટલી રકમની આપવામાં આવેલ છે? આ યોજના પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, અને આ યોજના કયાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ?
ધારાસભ્યના પ્રશ્નોનાં જવાબમાં સરકારમાં આવી બાબતે સબંધેનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી (જળસંપતિ) દ્વારા વિધાનસભામાં જવાબમાં જણાવવામાં આવેલ છે કે, સૌની યોજના તબક્કા-1ના કામો વર્ષ 2017-18માં પૂર્ણ કરવામાં આવેલ છે અને તબક્કા-2ના કામો મહદઅંશે પૂર્ણ થયેલ છે. તેમજ તબક્કા-3ના કામો પ્રગતિ હેઠળ છે. આ યોજનાની સૈધ્ધાંતિક મંજુર રૂા. 10,000/- કરોડની ફેબ્રુ-2013 અને વહીવટી મંજુરી રૂા. 10,861/- કરોડની એપ્રિલ-2013 દરમ્યાન તથા સુધારેલ વહીવટી મંજુરી રૂા 18,563 /- કરોડની ડીસેમ્બર-2018 થી આપવામાં આવેલ છે. આ યોજના પાછળ ઉપરોકત સ્થિતિએ રૂા. 15,226.77 કરોડ નો ખર્ચ કરવામાં આવેલ છે.આ “સૌની યોજના” નાણાકીય ઉપલબ્ધતા અનુસાર પૂર્ણ કરવાનું આયોજન હોવાનું મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું.