Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અસહ્ય છે, સૌ કોઈ જાણે છે..એવામાં કોઈ કોઈ દીવસ બહુ ઉહાપોહ થાય તો ઢોર પકડીને ઢોરડબ્બા ખાતે લઇ જવાની કાર્યવાહી પણ થાય… એવામાં તાજેતરમાંજ મળેલ મનપાની સમાન્યસભામાં વિપક્ષ સભ્ય આનંદ રાઠોડે કેટલા પશુઓ વર્ષ દરમિયાન પકડવામાં આવ્યા અને તેમાંથી કેટલા પશુઓના ઢોરના ડબ્બામાં મોત થયા તેના સવાલ જવાબમાં કહ્યું કે એક વર્ષમાં મનપાએ 2376 ઢોર પકડીને ડબ્બે લઇ જવાયા જેમાંથી 350 પશુઓના મોત થયા છે.તો વર્ષે 29 લાખ જેટલો બન્ને ઢોરડબ્બામાં મળી ઘાસચારાનો ખર્ચ થતો હોવાનું જાહેર થયું છે.તો આટલો ખર્ચ કરવા છતાં પણ ઢોર મરી કેમ જાય છે તેવો સવાલ ઉઠાવ્યો હતો.. પણ ક્યા કારણોસર મૃત્યુ થયા તેનો કોઈ જવાબ સભ્યને આપવામાં ના હોવાનું પણ તેને ગૃહ સમક્ષ જણાવ્યુ.
આ અંગે જવાબ આપતા ઢોરડબ્બા કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાએ કહ્યું કે પશુઓને ઘાસચારો ના આપવાથી મોત થયા હોય તેવા કિસ્સાઓ નથી, સામાન્ય સંજોગોમાં, કે ઇનફાઈટમાં મોત થયા છે, અન્ય પાંચ અલગ અલગ કારણો છે જેના કારણે ઢોરના મોત નીપજે છે. જો કે ઢોરડબ્બામાં પશુઓના ડોક્ટર અંગેના જવાબમાં કંટ્રોલીંગ અધિકારીએ કહ્યું કે અહી કોઈ ડોક્ટર કાયમી નથી રેહતા વીઝીટીંગ તબીબ અહી હોય છે.જે માત્ર વિઝીટ કરે છે તેમ જણાવ્યું હતું.