Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને ધોરીમાર્ગો નજીકની સરકારી જમીનોમાં વર્ષોથી ખડકાયેલા દબાણો પર તંત્રનો હથોડો પડવાનું શરૂ થયું છે. લાલપુર તાલુકાથી શરૂ થયેલા આ અભિયાનમાં આગામી દિવસોમાં જામનગર ગ્રામ્ય વિસ્તારો પૈકી જામનગર-રાજકોટ રોડ અને જામનગર-ખંભાળિયા રોડ નજીકની સરકારી જમીનોમાં ખડકાયેલા સેંકડો દબાણો હટાવવામાં આવે તો પણ નવાઈ નહીં. શરૂઆત લાલપુર તાલુકાના જોગવડથી થઈ છે.

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાના રે.સ.નં.223 તથા 231માં કુલ ક્ષેત્રફળ 715 ચો.મી. જમીનમા વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું. જે તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજીત રકમ રૂ.1,14,40,000 લાખ જેટલી થાય છે. આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદાર, પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
