Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજના સમયમાં એકબીજાની સહનશક્તિના અભાવે ઘરકંકાસના કિસ્સાઓમા દિનપ્રતિદિન વધારો થવા લાગ્યો છે,હજુ તો થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે ખંભાળિયામા સાસુ અને પતિએ સામાન્ય બાબતે પત્નીની હત્યા કરવાના પ્રયાસનો ગુન્હો નોંધાયો હતો,ત્યાં જ વધુ એક વખત ખંભાળીયામાં જ પતિએ પત્નીની હત્યા નીપજાવવાની કોશિશ કર્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસમથકમાં નોંધાઈ છે,

જેમાં ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમા વસવાટ કરતાં રાણીબેન મુળુભાઇ કારિયા નામની મહિલાનો પુત્ર રડતો હોય જે બાબતે પતિ મુળુભાઇ એ પત્ની રાણીબેનને ઝાપટો મારી અને તું મારે જોઈતી નથી અને તારે બાપને ઘરે જતી રે તેમ કહી ઉશ્કેરાઈ જઈને પત્ની રાણીબેનને દોરડા વડે બાંધી દઈને ઝેરી દવા પીવડાવી હત્યા નીપજાવવાની કોશિશ કરતાં હાલ મહિલા સારવાર હેઠળ છે જેની ફરિયાદ પતિ સામે નોંધાતા ઇન્ચાર્જ પી.આઈ.એ.બી.જાડેજાએ વધુ તપાસ શરૂ કરી છે.

