mysamachar.in-જામનગર:
સરકાર ગ્રામીણ વિસ્તારને જોડતા રસ્તાઓને પાકા કરવા માટે કરોડોનું ફંડ ફાળવે છે,અને સરકાર નો આ હેતુ ખરેખર ઉમદા છે,પણ માય સમાચાર છેલ્લા કેટલાય દિવસથી આવા રોડ અને રસ્તાઓ ના કામમા ઉતરતી વેઠનો સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યું છે,એવામાં એક બાબત સામે આવી છે કે નેતાઓ અને અધિકારીઓ પેટામા ભાગમાં કામ રાખી અને કામમા મોટી ગોબાચારીઓ કરે છે,
શા માટે ડામર રોડ તૂટી રહ્યા છે અને ગુણવતા નથી જણાવતી તેના મૂળ સુધી પહોચવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે કાલાવડ તાલુકામાં જે રસ્તાના કામો થાય છે તેમાંથી અમુક કામો આ જ વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારી અને કાલાવડના ભાજપના એક ટોચના કહી શકાય તેવા એક નેતા તે બને ભેગા મળીને રોડના કામો મુખ્ય કોન્ટ્રાક્ટર પાસેથી પેટામાં ભાગમાં રાખે છે,જયારે ખુદ અધિકારી અને ભાજપનો નેતા જ ભાગીદાર હોય ત્યારે કામ કેવું થાય તે સમજી શકાય તેમ છે,
જે અધિકારી કામો ભાગમા રાખે છે,તેના વિરુદ્ધ અવારનવાર ઉચ્ચકક્ષાએ પણ ફરિયાદો થઇ ચુકી છે છતાં પણ રાજકીયઓથ ધરાવતા આ અધિકારીને ઉની આંચ આવતી નથી અને નેતા અને અધિકારી બને ભેગા મળી ને રસ્તામાં થી મલાઈ તારવી રહ્યા છે જેના પાપે સ્થાનિકો ને રસ્તાની સુવિધા જોઈએ તેવી મળતી નથી,અને કામમાં વેઠ ઉતરતા સરકારની છબી ખરડાઈ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
અધિકારી સામે એસીબી તપાસ થાય તો કેટલીય બેનામી સંપતિ મળે…
જે માર્ગમકાન વિભાગનો અધિકારી નેતા સાથે મળીને ભાગમાં કામ રાખે છે,તેની પાસે અમદાવાદ અને રાજકોટમાં બેનામી સંપત્તિઓ હોવાનું પણ કાલાવડમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે,ત્યારે જો આ મામલે એસીબી દ્વારા ખાનગી તપાસ કરવામાં આવે તો આ અધિકારીની બેનામી સંપતિ નો ભાંડાફોડ પણ થાય તેમ છે.