Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો ઉપરાંત જાણની આઈટમો જે મંજુર થાય છે તેના ખર્ચએ એક “કળા” મનપા ને નજીકથી જાણનાર જાણકારો કહે છે, જેમાં તાજેતરમાં જ ફોટોગ્રાફી, ચા-કોફી તેમજ કેટલાક વધારાના કામને જાણની એન્ટ્રીમાં ખપાવી દઇને પાસ કરાવી દેવામાં આવે છે જામનગર મહાપાલીકાની સ્ટે. કમિટીમાં દરખાસ્તો મંજુર થાય છે, પરંતુ જાણ માટેની એન્ટ્રી છેલ્લી કેટલીક કમિટીઓથી ખુબ વધવા લાગી છે ખરેખર તેનું પારદર્શી અવલોકન થાય તે જરૂરી છે, અને ખર્ચ યોગ્ય છે કે અયોગ્ય તેની પણ તપાસો થવી ઘટે છે.?
જેમાં તાજેતરમાં જ ફોટોગ્રાફી માટે અલગ અલગ ચાર એટલે કે કુલ 2 લાખ જેટલા ખર્ચાઓ બતાવવામાં આવ્યા છે, મોટાભાગના ઉદઘાટન સમારંભો છેલ્લા કેટલાય સમયથી બંધ છે, (હા ખર્ચ જુનો હોય તો પણ આટલો બધો) બીજી તરફ પ્રેસમીડિયાને તો પીઆરઓ શાખાફકત મેઇલથી ફોટા મોકલે છે. ત્યારે આટલી બધી ફોટોગ્રાફી કોણ અને શા માટે કરાવે છે, તો અધિકારીઓની ઓફીસમાં ચા-કોફીનો ખર્ચ પણ સતત ચા કોફી ચાલુ જ હોય તે રીતે વધી ગયો છે, એવું પણ જાણવા મળે છે કે કોરોનાને કારણે અધિકારીઓ મુલાકાતીઓથી સોશ્યલ ડિસ્ટન્સ રાખે છે મુલાકાતીઓની સંખ્યા ઘટી છે તો શું અધિકારીઓ એકલા એકલા જ કાઈ ચા-કોફી વધુ પી જાય છે તેવું નથી..!
કેટલીક જાણની એન્ટ્રીમાં પરચુરણ ખર્ચ બતાવવામાં આવ્યો છે તો આ ખર્ચ શેનો ? બધી ચીજવસ્તુઓ ખરીદીના ખર્ચમાં આવી જતી હોય તો પરચુરણ ખર્ચ શેનો કે કે પછી કોઈ પરચુરણ ભેગું કરે છે.? પરચુરણ ખર્ચમાં શું આવે તે અંગે તપાસ કરવાની જરૂર હોય કારણ કે થતા ખર્ચ પારદર્શી ના હોય તેમ મનપાની તિજોરીમાંથી થઇ રહ્યા છે. જે અયોગ્ય પણ હોય શકે તેવું સમીક્ષકોનું તારણ છે. કેટલાક કિસ્સાઓમાં કેટલાક ચોક્કસ આવડતવાળા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની નજીક હોય તેવા અધિકારીઓ કોઇપણ કામનું એસ્ટીમેટ ઓછુ બતાવી મોટા ખર્ચ કેમ પાસ થાય તેની ચોક્કસ આવડત પણ ધરાવે છે, અને બાદમાં જયારે આવા ખર્ચાઓ મુકાઈ ત્યારે તેની રકમ બે થી ચાર ગણી થઇ જતી હોય છે, જો કે આ તમામ બાબતો અને થતા ખર્ચ યોગ્ય કે અયોગ્ય તે પણ તપાસનો વિષય તો છે.