Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના એસટી ડેપો નજીક આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાને છરી બતાવી 8 તોલા સોનાના દાગીનાની લુંટના બનાવે જામનગર પોલીસને દોડતી કરી દીધી હતી, જો કે દરેક બનેલ ગુન્હાઓને કુનેહથી ઉકેલી નાખનાર જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાને આ ગુન્હો ઉકેલી નાખવામાં પણ સફળતા મળી છે અને આરોપી અન્ય કોઈ નહિ પરંતુ લુંટનો ભોગ બનનારનો પાડોશી જ હોવાનું સામે આવ્યું છે.
ગતરોજ વિજયલક્ષ્મીબેન જનારધન પીલે રહે. એસટી ડેપો રોડ, ડો.કલ્પનાબેનના દવાખાના પાસે હેમાલી એપાર્ટમેન્ટ, બીજામાળે જામનગર વાળા બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા ત્યારે એક 30 થી 35 વર્ષની ઉંમરનો વ્યકિત તેના ફલેટમાં આવી પોતે જીઇબીનો માણસ છે અને બીલ બનાવવાનુ છે તેમ કહી ફલેટમાં અંદર પ્રવેશી કલેટનો દરવાનો બંધ કરી છરી બતાવી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હાથમા પહેરેલ સોનાની બંગડી નંગ-6 તથા સોનાનો ચેઇન મળી કુલ 8 તોલા દાગીના કિ.રૂ. 2,50,000/- ની બળજબરીથી કાઢી લુંટ કરી રૂમમાં પુરી નાશી જતા ફરીયાદીએ સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં અજાણયા માણસ વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી. જે લુંટનો ગુનો વણશોધાયેલ હતો.
જે બાદ જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. કે.કે.ગોહીલ સુચના કરેલ હોય જેથી પીએસઆઈ આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ લુંટમા સડોવાયેલ આરોપીને પકડી પાડવા અંગે ગુન્હા વાળી જગ્યાની તુરંત વિઝીટ કરી બનાવ વાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજો ચેક કરવામા આવેલ અને ટેકનીકલ સર્વેલન્સની તથા ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ…
આ દરમ્યાન સ્ટાફના ધાનાભાઇ મોરી, દૌલતસિંહ જાડેજા, દિલીપભાઇ તલાવડીયા તથા કિશોરભાઇ પરમારને મળેલ બાતમી હકિકત આધારે નીચે જણાવેલ આરોપીને ચાંદીબજારમાં મહાવીર બાંધણી પાસેથી પકડી પાડી તેના કબ્જા માંથી લુંટ કરી મેળવેલ સોનાની બંગડી નંગ-6 કિ.રૂ. 2,90,000 તથા એક સોનાનો ચેઇન કિ.રૂ. 85000મળી કુલ રૂ. 3,75,000 ના મુદામાલ સાથે પકડી પાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર ઇસમને સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
-K.K. અને R.B.ની જોડીની કુનેહ કામ લાગી…
જ્યારથી આ ઘટના બની ત્યારથી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ અને એલસીબી પીએસઆઈ આર.બી.ગોજીયાએ ફરિયાદી સાથે ઊંડાણપૂર્વકની વાતચીત કરતા કેટલાક કલુ મળ્યા બાદ પીએસઆઈ ગોજીયાને ખ્યાલ આવી ગયો હતો કે આ કામ કોઈ નજીકના વ્યક્તિનું છે, જેથી પોલીસ ટીમ સાથે પોતે આરોપી વિષે બધું જાણે છે તેવું માની નાટક કરનાર અને લુંટનો ભોગ બનનારના પાડોશી મયુરભાઇ નરભેનાથ કચરાઇ રહે. હેમાલી એપાર્ટમેન્ટ, બીજામાળે, ફલેટ નંબર 207ને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા પોતે જ પોલીસ સાથે તપાસમાં રહીને અલગ અલગ વર્ણન કરતો હતો તે જ આરોપી હોવાનું સાબિત થતા પોલીસે 100 % મુદ્દામાલ તેની પાસેથી રીકવર કરેલ છે.આમ K.K. અને R.B.ની જોડીની કુનેહ આ ગુન્હાનો ભેદ ઉકેલવા કામ લાગી હતી.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલની સુચનાથી પીએસઆઈ આર બી ગોજીયા, તથા એલ.સી.બી સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકમાઇ સોલકી, થશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશમાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.