Mysamachar.in-જામનગર:
જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમા વધુ એક વખત રેગીંગ જેવો બનાવ સામે આવતા કોલેજ તંત્રમા દોડધામ મચી જવા પામી છે,અને ડીને પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે,એક નબળા ઘરના વિદ્યાર્થીને માર-મારી હોસ્ટેલમાંથી બહાર કાઢી મુકયા બાદ પણ તેનું રેગીંગ કરનાર તત્વો જાણે કોઇથી ડરતા ના હોય તેવું પણ લાગે છે,જામનગરની મેડિકલ કોલેજમાં આ કોઇ પહેલો બનાવ નથી આવા અનેક બનાવો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે,પરંતુ કારર્કીદીની બીકે વિદ્યાર્થીઓ ચૂપચાપ શોષણ સહન કરે છે અને જૂજ ફરિયાદોજ બહાર આવે છે,
જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં સરાજાહેર ચાલતી ગેંગ (ગ્રુપો) ના કારણે નવા આવતા વિદ્યાર્થીઓ માનસિક રીતે પડી ભાંગે છે,ગૃપીઝમના કારણે અહી ભણવા આવતા વિદ્યાર્થીઓને યાતનાનો સામનો કરવાનો વારો આવે છે અને નવા વિદ્યાર્થીઓને ડરાવી-ધમકાવી રાખે છે.
શું કહે છે ડીન.?
આ મામલો જે સામે આવ્યો છે તેને લઈને એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઇ ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને કહ્યું કે અત્યારે હોસ્ટેલમાં રૂમ ફાળવણીની પ્રક્રિયા ચાલી રહી છે અને જે વિદ્યાર્થિનો આ મામલો છે,તેને પણ બે વર્ષ અગાઉ રૂમ ફાળવવામા આવ્યો હતો આ મામલે પાર્થ રાઠોડ નામના વિદ્યાર્થિની જે ફરિયાદ અમને મળી છે,તે ફરિયાદ એન્ટી રેગીંગ કમિટિને સુપરત કરવામાં આવી છે અને કમિટિનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તે પ્રમાણે આ રેગીંગ નહિ પરંતુ આંતરિક ઘર્ષણ હોવાનું અને ત્રણ વિદ્યાથી દ્વારા કોલેજના શિષ્તનો ભંગ હોય તેને તે યોગ્ય સજા પણ કરવામાં આવશે તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું.અને આ મામલે ત્રણેય વિદ્યાર્થીઓના વાલીઓને તા.6 ના રોજ બોલાવવામાં આવ્યા છે અને તેના પણ નિવેદનો લેવામાં આવશે.