Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા જેલ વધુ એક વખત ચર્ચામાં આવી છે, અને આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે જામનગર જીલ્લા જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા અજયસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના જેલ કર્મચારીએ યાર્ડ નં. 4 માંથી કાચા કામના આરોપી નઝીર ઉર્ફે ગંઢાબાપુ સફીમીયા નાગાણી યાર્ડ નં. 6માં ગયેલ હતા અને ત્યા કાચા કામના આરોપી હીતેસ નરશીભાઇ બાભંણીયા ના ઓ સાથે જગડો કરેલ જે જેલ સહાયક તરીકે તેવોને જાણ થતા નઝીર સફીમીયા નાગાણીને યાર્ડ નં. 6 માંથી પોતાના યાર્ડ નં. 4માં મોકલી આપેલ હતો બાદ અન્ય આરોપીઓને યાર્ડમા જાવાનુ કહેલ અને કાચા આરોપી સની સાનજીભાઇ મકવાણાને પણ યાર્ડ નં.6 માથી પોતાના યાર્ડ નં.5મા જવાનુ કહેલ ત્યારે સન્ની મકવાણાએ ફરીયાદી જેલ સહાયક અજયસિંહ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો કાઢી ફરીયાદી સાથે ઝપાઝપી કરી પેન્ટનુ પાછડના ભાગનુ બટન તોડી નાખી ધક્કો મારી ફરજમા રુકવાટ કર્યા સબબની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.