Mysamachar.in-જામનગર:
રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાની સરકારે જાહેરાત કરી છે, ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો પણ જામનગર જીલ્લામાં બે સેન્ટરો પર આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે નહિ તેમ ખુદ જીલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
મહત્વનું છે કે આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે ત્યારે જામનગરના હાપા યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ આજથી નહિ થાય તેમ જણાવી જામનગર જીલ્લા ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલે જણાવ્યું કે સિસ્ટમમાં ટેકનીકલી પ્રોબેલ્મ અને ખેડૂતોનું મેપિંગ ના થવાને કારણે ખેડૂતોને મેસેજ જ ગયા નથી માટે ટેકાના ભાવની ખરીદી જામનગરમાં શરુ નહિ થાય વધુમાં લાલપુર ખાતેના ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્રમાં બારદાન આજ દિવસ સુધી ના પહોચ્યા હોવાથી ત્યાં પણ આજથી ખરીદી શરુ નહિ થાય સંભવત: આવતીકાલ અથવા પરમ દિવસથી આ બન્ને સેન્ટરો પર ખરીદી શરુ થઇ જશે તેમ જાણવા મળે છે.