Mysamachar.in-જામનગર:
જામનગરની જી.જી.હોસ્પિટલ વધુ એક વખત આવી છે,ચર્ચામાં અને આ ચર્ચામાં આવવા પાછળનું કારણ એક પ્રસુતાનું મોત છે,વાત જાણે એમ છે કે ગતરાત્રીના ભારતીબેન લોકેશભાઈ ચંદાણી ઉ.વ.૨૮ને પ્રસુતિની પીડા થતા તેવોનો પરિવાર તેમને જી.જી.હોસ્પિટલ ખાતે લઈને પહોચ્યો હતો,અને જ્યાં તબીબોની બેદરકારી ને કારણે મોત થયું હોવાનો આક્ષેપ મૃતક મહિલાના પરિવારજનો દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો છે,તો જન્મેલ બાળકની પણ હાલ સારવાર ચાલી રહી છે,
તો પરિવારજનોના આક્ષેપ અંગે હોસ્પિટલ અધિક્ષક ડો.પંકજ બુચે પ્રતિક્રિયા આપતા આ જણાવ્યુ હતું કે પરિવારજનોએ આક્ષેપ કરેલ ૪ મુદ્દાઑ પર એક ખાસ તપાસ સમિતિની રચના કરી છે,અને તેના રિપોર્ટના આધારે જો ખરેખર કોઈ બેદરકારી તબીબી સ્ટાફ અથવા અન્ય કોઇની બેદરકારી જણાશે તો પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.