Mysamachar.in-જામનગર:
સુરતની ઘટના બાદ જામનગરમા પણ ફાયર સેફટીને લઈને હજુ જોઈ તેવી સતર્કતા સરકારી વિભાગોમા જ જોવા મળતી નથી,જામનગરની જી.જી.હોસ્પિટલનો જ દાખલો લઇએ તો સમગ્ર હોસ્પિટલમાં ફાયર અગ્નિશામક હોવાની વાત વચ્ચે જ્યાં બોમ્બ જેવી સ્થિતિ કેહવાય તે રસોડામા એક પણ ફાયર સેફ્ટીનું સાધન ઉપલબ્ધ નથી,અને ૪૦ ગેસના સીલીન્ડરો પડ્યા છે,ત્યારે સવાલ એ થાય કે જો કાઈ થાય તો…?
સુરતની આગની દુર્ઘટના બાદ તંત્ર સંયુક્તપણે ટ્યુશન ક્લાસ સહિતના સ્થળોએ કાયદાનો પાઠ ભણાવવા અને ફાયરના એનઓસી માટે નોટીસો આપવાની કાર્યવાહી કરી રહ્યું છે,પણ સરકારી તંત્રમાં જ લાલીયાવાડી હોય તો.. આવું જામનગરમા જ છે.જામનગરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે,અને રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે,તો તેના સગા સબંધીઓની સંખ્યા પણ એટલી મોટી જ હોય છે,ત્યારે દેખાવમાં તો હોસ્પિટલમા ઠેર-ઠેર અગ્નિશામક બોટલો જોવા મળશે,પણ ખરેખર જે સ્થળે તેની ખાસ જરૂરિયાત છે તેવા હોસ્પિટલના રસોડાઘરમા જ અગ્નિશામક સાધનોની કોઈ વ્યવસ્થા જ નથી,માય સમાચારની ટીમ જયારે હોસ્પિટલમા જ આવેલા રસોડા ઘરમા પહોચી તો ચિત્ર ગંભીર એટલા માટે હતું કે એક રૂમમાં તાળું મારીને ૪૦ જેટલા ગેસ સીલીન્ડરો રાખવામાં આવ્યા હતા પણ ત્યાં એકપણ અગ્નિશામક સાધન હતું નહિ,
તો જાણવા તો એવું પણ મળી રહ્યું છે કે અગ્નિશામક સાધનો તાજેતરમાં જ રીફીલ કરવામાં આવ્યા છે,તો રસોડા વિભાગનું કામ કેમ બાકી રહી જાય,…જ્યાં કેટલાય દર્દીઓ દાખલ હોય છે અને મોટી અવરજવર રહેતી હોય છે તે રસોડું જ ફાયર સેફ્ટી વિહોણું છે,
રસોડા ઇન્ચાર્જ કહે છે કે..
રસોડામાં રૂમમાં તાળું મારીને સપ્લાય કરવામાં આવી રહેલા ૪૦ ગેસ સીલીન્ડરો તો હતા પણ રસોડામાં એક પણ અગ્નિશામક સાધન હાજર જોવા ના મળ્યું ત્યારે આ અંગે હાજર રસોડા ઇન્ચાર્જ નયનાબેન ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે બોટલો રીફીલ કરવા ગઈ છે,જો ખરેખર આવા અકસ્માતો તાઝા છે અને જો ના હોય તો પણ જ્યાં ૪૦ ગેસના સીલીન્ડરો પડ્યા હોય તે જગ્યાને એક દિવસ પણ કેમ રાખી શકાય તે પણ સવાલ છે.
ઇન્ચાર્જ અધિક્ષક કહે છે..
જયારે આ અંગે ઇન્ચાર્જ અધિક્ષક ડો.નલીની આનંદ ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોનો દાવો છે કે હોસ્પિટલમાં જરૂરી તમામ ફાયર સેફટીની સુવિધા હોવા સાથે જ આગામી એકાદ દિવસમાં જ જી.જી.હોસ્પિટલના કર્મચારીઓ માટે ફાયર સેફટીની તાલીમનો વર્ગ આયોજિત થઇ રહ્યો હોવાની વાત સાથે તેને જો રસોડામાં આ રીતે ફાયર સેફ્ટીના સાધનો ના હોય તો તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાત્રી પણ આપી..