Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
જગત મંદિર દ્વારકા ખાતે ઉજવવામાં આવતા જન્માષ્ટમી અને ફૂલડોલ ઉત્સવનું ભાવિકોમાં એક અનેરું મહત્વ છે, આ બન્ને તહેવારો દરમિયાન અહી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે જેને કારણે આ દિવસોમાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન મળતું હોય છે, તેનાથી કોઈ વાંધો નથી પરંતુ ઉઘાડી લુંટ કેટલી વાજબી….? દ્વારકા પહોચેલા કેટલાક યાત્રીઓના છેલ્લા ત્રણ ચાર દિવસના અનુભવો એવા હતા કે ખાસ તો કેટલીક ખાણીપીણીની આઈટમોમાં લારીઓ અને દુકાનદારો દ્વારા યાત્રાધામ ખાતે પહોચેલા યાત્રિકો સાથે ઉઘાડી લુંટ કરવામાં આવી હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.
જેમાં જે વસ્તુ સામાન્ય દિવસોમાં 20 રૂપિયામાં વેચાણ થતી હોય તેના 40, ગાઠીયા 100 ગ્રામના 50 રૂપિયા (તે પણ પાછા અશુદ્ધ તેલમાં) અડધી ચાના 10 ને બદલે 15 તો અન્ય ખાણીપીણીની ચીજવસ્તુઓમાં પણ ઉઘાડી લુંટ યાત્રિકો પાસેથી કરવામાં આવતા યાત્રિકો દ્વારકા શહેરની ખરાબ છાપ પોતાના મનમાં લઈને ગયાનું પણ જાણવા મળે છે. જો કે તંત્ર સુચારૂ વ્યવસ્થાઓના બણગા વચ્ચે આવા લુંટ ચલાવનાર કેટલાક વેપારીઓ પર તંત્રની નજર પહોચી કે આંખ આડા કાન તે સવાલ છે.