Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા જાહેર થયું. જામનગરનું સામાન્ય પ્રવાહનું પરિણામ 92.04 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 88.59 ટકા પરિણામ આવ્યું. દ્વારકાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 97.49 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું મીઠાપુર 88.14 અને ખંભાળિયાનું 91.56 ટકા પરિણામ જાહેર થયું.
જામનગર જિલ્લાના ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના કાલાવડ કેન્દ્રનું પરિણામ 95.24, લાલપુરનું 92.47 અને જામજોધપુર કેન્દ્રનું 96.36 ટકા પરિણામ આવ્યું. જામનગરમાં વિજ્ઞાન પ્રવાહમાં 17 ઉમેદવાર A1 ગ્રેડ, 177 A2, 359 B1 અને 379 ઉમેદવાર B2 ગ્રેડમાં પાસ થયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં A1 ગ્રેડમાં માત્ર 2 ઉમેદવાર, A2 ગ્રેડમાં 30, B1માં 60 અને B2 ગ્રેડમાં 67 ઉમેદવાર પાસ થયા.
