Mysamachar.in-ભાવનગર
પ્રધાનમંત્રી જનધન યોજના સરકારની નાણાંકીય યોજના છે. જેનો હેતુ નાણાકીય સેવાઓ જેવી કે બેંક ખાતાઓ, ઉધાર, ચૂકવણીઓ, વીમા અને પેન્શન વગેરેને સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો છે. પરંતુ તે જ પ્રધાનમંત્રી જનધન યોજનાના ભાવનાગરના સિહોર તાલુકાના વરલ ગામેથી 500 થી વધુ ખાતેદારોના એ.ટી.એમ. કાર્ડ અને ચેકબુક કચરામાંથી મળી આવતા આશ્ચર્ય ફેલાયું છે,
ભાવનગરના સિહોરમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના 500 થી વધુ ખાતેદારોના એ.ટી.એમ. કાર્ડ અને ચેકબુક કચરામાંથી મળી આવ્યા છે. ખાતેદારોના એ.ટી.એમ. કાર્ડ અને ચેકબુક કચરાના ઢગલામાંથી મળી આવતા ઊહાપોહ મચી જવા પામ્યો છે. આવી ઘોર બેદરકરીનો સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટાઓ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. કેટલાક લોકો પોતાના નામવાળા કાર્ડ મળી આવતા લઈ ગયા છે. આ બાબત સામે અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત પણ થઈ રહ્યા છે..