Mysamachar.in-અમદાવાદ
અમદાવાદમાં એક યુવતીએ 25 લાખ જેટલી રકમને ઓનલાઈન પોતાના માલિકના ખાતાઓમાંથી સગેવગે કરી લીધા. જેમાં કળશ શાહ નામની યુવતીએ ફરિયાદી વ્યક્તિની એકાઉન્ટની બાબતો સંભાળતી. માલિકના પરિવારજનોના ખાતામાંથી ખોટી રીતે એન્ટ્રીઓ બતાવી આ પૈસાની ઠગાઈ કરવાનું સામે આવ્યું છે. આ અંગે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ પહોંચતા જાણવા મળ્યું છે કે, પોતાની એકાઉન્ટ સંભાળતી કળશ શાહએ પોતાના પ્રેમી મુકેશ સાથે એક યુક્તિ કરી હતી. જેમાં મુકેશના ખાતામાં ફરિયાદી માલિકના બધા ખાતાઓમાંથી પ્રેમિકા કળશના માધ્યમથી રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. કોઈને શંકા ન જાય એમ પ્રેમી મુકેશના ખાતામાંથી પોતાની માતા મોના શાહ અને બહેન વિશાખા શાહના ખાતામાં જમા કરાવી દીધા. એ પૈસામાંથી એક કારની પણ ખરીદી કરી લીધી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી મુકેશ એક કાપડનો વેપારી હતો. તેમજ પહેલાં કારંજમાં એક ગુનો પણ દાખલ થયેલો છે જેમાં તે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમે ધરપકડ કરી, કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.