Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં એક-એક ગ્રામ્ય વિસ્તારોમાં લોકસભા ચૂંટણીઓનો માહોલ બની રહ્યો છે, ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. બીજેપીના સતત ત્રીજી વખતના ઉમેદવાર-સાંસદ પૂનમબેન માડમએ હાલારના બંને જિલ્લાઓમાં ચૂંટણીઓનો પ્રચાર તેજ બનાવ્યો છે. જામનગર જિલ્લાના વધુ ને વધુ ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતો તેઓનો ચૂંટણી પ્રવાસ લગભગ બધાં જ મથકો અને વિસ્તારોમાં આયોજિત થઈ રહ્યો છે.
બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. બેરાજા ગામ ખાતે 12-લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ તથા લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમએ બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત બેઠકના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. આ તબક્કે પૂનમબેન માડમએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અંતર્ગતની કેન્દ્રસરકાર દ્વારા જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થનારી અનેકવિધ યોજનાઓની ચર્ચાઓ કરી હતી તથા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી ચૂંટવા ગ્રામજનોને હાકલ કરી હતી. તેઓએ ભારત દેશની તથા લોકસભા સીટના હેટ્રિક વિજયમાં જંગી મતદાન કરી સહભાગી બનવા સૌ મતદારોને અનુરોધ કર્યો હતો.
આ તબ્બકે 12 લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, દેવભૂમિ જિલ્લા બીજેપી પ્રમુખ મયૂરભાઈ ગઢવી, વિસ્તારક નટવરભાઈ પટેલ સહીત ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના હોદેદારો, પદાધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રમુખો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.