Mysamachar.in-જામનગર
બાળમજુરી કરાવવી તે ગુન્હો છે, છતાં પણ કેટલાક કારખાના માલિક સહિતના લોકો થોડાક પૈસા બચાવવા માટે થઈને નાના નાના બાળકો પાસે મજુરી કરાવે છે, જે કાયદાથી વિરુદ્ધ છે, જેથી આવા માલિકો વિરુદ્ધ કાર્યવાહી સમયાંતરે થતી રહે છે, એવામાં જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ 2 માં આવેલ રવિ પ્રોડક્ટ્સ નામના કારખાનામાં મદદનીશ શ્રમ આયુક્ત કચેરીની ટીમ દ્વારા તપાસણી કરવામાં આવતા 14 વર્ષથી નીચેની ઉમરના એક બાળક પાસે મજુરી કરાવવામાં આવી રહી હોય રવિભાઈ કેશુભાઈ નકુમ સામે શ્રમ આયુક્ત કચેરીના અધિકારીએ ફરિયાદી બની ધી ચાઇલ્ડ લેબર ( પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન ) એમેન્ડમેન્ટ એકટ-1986ની કલમ-14(એ)(1) ધી ચાઇલ્ડ લેબર ( પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન ) એમેન્ડમેન્ટ એકટ-1986ની કલમ-3 મુજબ પંચકોશી બી ડીવીઝનમાં ગુન્હો નોંધાવ્યો છે.