Mysamachar.in:વડોદરા
ક્યારેક કેટલીક એવી સફળ સર્જરીની ઘટનાઓ સામે આવે છે જેમાં ખુદ તબીબો પણ આશ્ચર્યમાં રહી જાય છે, વડોદરામાં આવું જ થયું છે સામાન્ય રીતે વ્યક્તિના પિત્તાશયમાં એક બે પાંચ દસ કે 25 પથરીઓ નીકળે પણ એકીસાથે નાની મોટી 1600 જેટલી પથરીઓ નીકળે તો નવાઈ લાગે પણ આ સત્ય સફળ સર્જરી વડોદરામાં થઇ છે, વાત એવી છે કે… વડોદરા ના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો 35 વર્ષીય એક યુવક જે ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેના પિત્તાશયમાંથી 1628 પથરીઓ લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા દુર કરવામાં આવી હતી. લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુરૂવારે યુવાન ઉપર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જયારે પિત્તાશયમાંથી 1628 ઉપરાંત પથરીઓ દુર કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પથરીઓ દુર તેવો પ્રથમ કિસ્સો મેડિકલ ઇતિહાસમાં જોવા મળ્યો છે. લેપ્રોસ્કોપીક સર્જન ડૉ. લલીત મછાર સહિતની ટીમ દ્વારા આ સફળ સર્જરી કરાઈ. તબીબો પણ કહે છે કે તેના પ્રેક્ટીસના વર્ષોમાં આટલી મોટી સંખ્યામાં પિત્તાશયમાં પથરી જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું જણાવ્યું હતું. તબીબોએ જણાવ્યું કે, પિત્તાશયમાં પથરી થવા પાછળના કારણોમાં ચરબી, માંસાહાર ફાસ્ટફુડનો વધુ પડતો આહાર કારણભુત છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.
આ લેપ્રોસ્કોપીક સર્જરી થકી દુર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપીક સર્જરી કરવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ જેની પર સફળ સર્જરી કરાઈ તેની તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. સર્જરી થકી દુર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપીક સર્જરી કરવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો.