Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લો GSTના સંદર્ભમાં રાજ્ય સરકાર માટે ‘કમાઉ’ જિલ્લો છે. આ જિલ્લામાંથી સરકાર રોજ 10 કરોડ જેટલી આવક મેળવે છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂન દરમ્યાન જામનગર જિલ્લામાંથી રાજ્ય સરકારને કુલ રૂ. 892 કરોડ જેટલી આવક થઈ હોવાનું ડેપ્યુટી કમિશનર હિતેષ દેસાઈએ જણાવ્યું છે.
GST વિભાગ વધુમાં જણાવે છે કે, તાજેતરમાં વર્ષ 2018-19 અને 2021-22માં એસેસમેન્ટ કાર્યવાહીઓ અંતર્ગત કરદાતાઓને નોટિસ તથા ઈન્ટીમેશન મોકલવામાં આવ્યા છે. કરદાતાઓ યોગ્ય સમયમાં તેનો જવાબ પાઠવી દે પછી આગળની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. આ કચેરી દ્વારા એમ્નેસ્ટી યોજના અંતર્ગત 391 અરજીઓ પૈકી 301 કેસમાં આદેશ આપી દેવામાં આવ્યા છે.
એમણે અંતમાં જણાવ્યું છે કે, એપ્રિલ અને મે-2025 દરમ્યાન વસુલાત કામગીરીઓ અંતર્ગત વેટ તથા GST કાયદાઓ હેઠળ રૂ. 23 કરોડ જેટલી વસુલાત થઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, વર્ષ 2024-25 ની સરખામણીએ વર્ષ 2025-26 ના પ્રથમ ત્રણ માસ દરમ્યાન આ વિભાગની GST આવકમાં 26 ટકા વૃદ્ધિ થવા પામી છે.