Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સામાન્ય રીતે ચોમાસુ નબળુ જાય ત્યારે અગાઉથી રાજ્ય સ્તરીય,ઝોન સ્તરીય અને જિલ્લા સ્તરીય મીટીંગો એટલા માટે થતી હોય છે કે ખરા સમયે કટોકટી સર્જાય નહી પરંતુ જામનગર અને દ્વારકા જિલ્લા માટે રાજ્યસ્તરીય કહેવાય તેવી બે મીટીંગો સમય પહેલા થઇ ગઇ છતા દરેક ગામમા પાણી દરરોજ અને નિયમીત મળી શકતુ નથી,.દરરોજ સંખ્યાબંધ ગામોમાંથી આ અંગે ફરિયાદો ઉઠે છે તો આગોતરી મીટીંગ અને આગોતરા આયોજનનો મતલબ શુ તેવા સવાલો ઉઠે તે પણ સ્વાભાવિક છે,
વહીવટી અણ આવડત અને માત્ર સમયશક્તિ અને નાણાનો જાણે વ્યય કરવા લોકોને માત્ર દર્શાવવા કે અમે આયોજનો કરીએ છીએ તેનો વધુ એક નમુનો એ છે કે ગત ૨૫ ઓક્ટોબરના જાહેર હિસાબી સમિતિની મિટીંગમાં અધ્યક્ષ પુંજાભાઇ વંશએ જામનગર ખાતે આવી મીટીંગ કરી બંને જિલ્લાનો માસ્ટર પ્લાન બનાવવા કહેલુ પરંતુ સરકારી વિભાગોમાં સંકલનના અભાવે પાણીનો માસ્ટર પ્લાન માત્ર કાગળ ઉપર જ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,
આ મીટીંગની સરકારી યાદીનો મહત્વનો ભાગ અક્ષરસ: જોઇએ તો..જાહેર હિસાબ સમિતિ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે-બે તાલુકાઓના બે-બે ગામોની જાત મુલાકાત લઇ સ્થળ ઉપર ગામમાં પડતી પાણી અંગેની સમસ્યાઓ અંગે જે તે તાલુકાના પંચાયતના પ્રમુખો,સભ્યો તેમજ ગામ લોકો પાસેથી મેળવી હતી અને આ અંગે ઝડપથી અને યોગ્ય પગલા લેવા જિલ્લા કલેકટરોને જરૂરી સુચનો કરેલ હતા.
૨૦૦૭-૦૮ના ઓડિટ પારાઓ અન્વયે જે ગામોમાં પાણી નથી પહોચ્યું તેનો સર્વે કરી તેનું નિરાકરણ કરવા માટે જાહેર હિસાબ સમિતિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે દિવસની ખાસ મુલાકત લઇ પાઇપલાઇન દ્વારા, નર્મદા દ્વારા તેમજ પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા પાણી અંગે વિગતો મેળવી જરૂરી સુચનો કરેલ હતા.
આ અંગેની વિગતવાર દરખાસ્ત વહિવટી તંત્રને કરવા જણાવ્યું હતું તેમજ મેન્ટેન્સને કારણે કોઇ તકલીફ ઉભી ન થાય તે જોવા કાર્યપાલક ઇજનેરને સુચન કરેલ હતું તેમજ એમ.પી.,એમ.એલ.એ.ની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરીને જયાં બોર દ્વારા પાણી મળે તેમ હોય તો તે અંગે દરખાસ્ત કરવા જણાવ્યું હતું. જાત નિરીક્ષણ દરમ્યાન જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા છે દરેક વિભાગો આ અંગે તેને લગતી કામગીરી કરી રહી છે પરંતુ આવનારા દિવસોમાં આ અંગેનો વ્યવસ્થિત માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવા સુચન કરેલ હતું.
દરેક ગામમા દરરોજ પાણી મળતુ નથી…
જામનગર અને દ્વારકા જિલ્લામા દરેક ગામમા દરેક નાગરિકો સુધી પીવાનુ પાણી પહોંચતુ નથી નર્મદા નુ પાણી પુરતુ પહોંચતુ નથી,જળાશયોમાં પાણી નથી,સ્થાનિક સોર્સમાં પાણી નથી,છેવાડાના માનવી સુધી નિયમીત પાણી પહોંચતુ નથી અને છેલ્લા કેટલા સમયથી અનેક વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે તે પણ પુરતુ પહોંચતુ ન હોય એ સ્વાભાવિક છે.ત્યારે આવી મીટીંગમાં કહેવાતા આગોતરા આયોજનનો મતલબ શુ રહે જેમા કહેવાયુ હતુ કે લોકોને તકલીફ ન પડવી જોઇએ ત્યારે તંત્ર ટેન્કરના પ્લાન બનાવી ને બેસી ગયા એને જ મોટાભાગે માસ્ટર પ્લાન ગણાવાય છે…!!!