Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં વરસાદ ખેંચાયો છે ત્યારે મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં નથી, ત્યારે વાવેતર કરેલ પાકો માટે પાણી છોડવાની વિવિધ જિલ્લાઓમાંથી માંગ ઉઠી છે, ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મોટું નિવેદન આપ્યું છે, તેવોએ કહ્યું કે આ વર્ષે ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે અને સિંચાઈનું પાણી આપી શકાય એમ નથી, રાજ્યના તમામ ડેમોમાં 30%સુધી પાણી હોય સિંચાઈ માટે આપી શકાય એમ નથી અને માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો રાખવો પડે તેમ હોય સિંચાઈ માટે પાણી આપવું શક્ય નથી તેવી વાત પણ નીતિન પટેલે કરી છે.