Mysamachar.in-બનાસકાંઠાઃ
પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે પણ રાજ્યમાં બેફામ દારૂની તસ્કરી કરવામાં આવી રહી છે, અવાર નવાર લાખો રૂપિયાની કિંમતનો દારૂ પોલીસ પકડી રહી છે, તેમ છતા પોલીસથી બચવા બૂટલેગરો દ્વારા વિવિધ નુસખા અજમાવી દારૂ ઘૂસાડવાનું કાંડ ચાલી રહ્યું છે, જો કે આ વખતે બૂટલેગરોએ દારૂ ઘૂસાડવા એવી તરકીબ અજમાવી કે પોલીસ પણ બે ઘડી વિચારતી થઇ ગઇ. બૂટલેગરો દ્વારા સરકારી ST બસમાં દારૂની હેરાફેરી થતી હતી. બનાસકાંઠાના થરાદમાં ST બસમાંથી દારૂ ઝડપાતા પોલીસમાં ચકચાર મચી ગઈ છે. બાડમેર-ભુજ રૂટની ST બસમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે.
કેવી રીતે પકડાયો દારૂ ?
થરાદ બસ સ્ટેશનમાં કર્મચારીઓ દ્વારા બસનું રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેના સામાનનું ચેકિંગ કરપવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો. બાદમાં STના અધિકારીઓએ થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મુસાફરની ધરપકડ કરી છે. આ દારૂ કોણે અને કેટલા સમયથી STમાં હેરાફેરી ચાલતી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.