Mysamachar.in-જામનગર:
રાજ્યમાં ૨૬ લોકસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. ત્યારે ઘણા લોકો ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેવામાં જામનગર લોકસભાની બેઠક પર ઝંપલાવવા માટે ઉમેદવારી ફોર્મ ઉપડવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ડિપોઝિટ હોય અને કેવા સંજોગોમાં ડિપોઝીટ જપ્ત થાય છે તેના પણ જાણવા જેવા નિયમો છે,
જામનગર જિલ્લામાંથી આ વખતે પણ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ઘણા અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરશે, ત્યારે જામનગર લોકસભાની ચૂંટણી લડવા માંગતા સામાન્ય કેટેગરીના ઉમેદવારને ૨૫ હજારની ડિપોઝીટ ભરવી પડશે અને SC ST કેટેગરીના ઉમેદવારને જો લોકસભાની ચૂંટણી લડવી હોય તો ૧૨,૫૦૦ ડિપોઝિટ ભરીને ચૂંટણી લડવાની તૈયારી રાખવી પડશે,
જ્યારે કેવા સંજોગોમાં ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય છે તેવા સવાલના જવાબમાં Mysamachar.in સાથેની વાતચીતમાં જામનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતાબેન જોશીએ જણાવ્યું હતું કે મતદાન બાદ મતગણતરીના દિવસે મુખ્ય પક્ષો સહિત અપક્ષ વગેરે ઉમેદવારોને કેટલા મતો મળે છે તેની ગાઈડલાઈન રાજ્ય ચૂંટણી પંચ નક્કી કર્યા બાદ જે તે ઉમેદવારની ડિપોઝિટ જપ્ત અંગેનો નિર્ણય કરવામાં આવે છે.
આમ મતગણતરી બાદ જ ઉમેદવારોને મળેલ મતોની ટકાવારીને આધારે ડિપોઝિટ અંગે ફેસલો થાય છે ત્યારે આ વખતે અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા માટે સંખ્યામાં વધારો થાય એમ હોય આ ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે, કેમકે અપક્ષો ભાજપને અને કોંગ્રેસને કેટલા નડે છે તે મતગણતરીના દિવસે જ ખબર પડી જશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.