Mysamachar.in-જામનગર:
ઘણી વખત આપણી આસપાસ ઘાયલ કે બીમાર પક્ષી જોવા મળે ત્યારે આપણે શોધતા હોય છીએ કે કોની મદદ લઇ શકાય જેથી આ પારેવડાનો જીવ બચી શકાય…બસ આવા જ સવાલને લઈને જામનગરના કેટલાય યુવાનો આવા પક્ષીઓને બચાવવા અને તેની સેવા કરવા આગળ આવ્યા છે, જામનગરના નવાગામ ઘેડ નજીક કેશુભાઈ માડમની હોટલ પાસે સાંઈરામ ટ્રસ્ટ બર્ડ ટ્રીટમેન્ટ હાઉસ શરૂ કરવામાં આવ્યુ છે જેમાં હાલ 250 જેટલા પક્ષીઓની સારવાર ચાલી રહી છે.જેમાંથી સમયસર સારવારને કારણે 150 જેટલા પક્ષીઓ સ્વસ્થ થયા છે, આ પક્ષીઓને કેલ્શિયમ ડેફિસીયન્સ ફૂડ પોઇઝિંનિગ જેવી બીમારીઓથી પીડાતા પક્ષીઓ અને સાથોસાથ ઘાયલ થયેલ પક્ષીઓની પણ સારવારની કામગીરી કરવામાં આવે છે,
આગામી બે દિવસ બાદ ઉતરાયણ નિમિતે જે પણ પક્ષીઓને ઇજા પોહચે અથવા પતંગની દોરીથી ઘવાતા પક્ષીઓને પણ અહીં મુકી જવા કોર્પોરેટર કેશુભાઈ માડમના પુત્ર આશિષ માડમ તેના મિત્રો જયેન્દ્ર ચાવડા સુમિત સોલંકી ચિંતન રાવલ વગેરે દ્વારા જણાવવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ મિત્રો સારવારનો ખર્ચ કોઈ પાસેથી એક પણ પૈસો લીધા વિના પોતે ગ્રુપના મિત્રો મળી તમામ ખર્ચ ઉઠાવે છે અને હા કોઈ સેવાભાવી લોકો ચણ કે પક્ષીઓને ખાદ્યસામગ્રી આપે તો તેનો સ્વીકાર ગ્રુપ કરે છે. જામનગર શહેર તેમજ જિલ્લા માંથી આવતા પક્ષીઓને નીચે જણાવેલ 7984402500, 9978011538, 7878555548, 8320888301 નંબર ઉપર જાણ કરી મુકી જવા અપીલ કરવામાં આવી છે.