Mysamachar.in-અમદાવાદ
વધુ એક વખત લાંચિયા બાબુ પર એસીબીની ઝપટે ચઢી ચુક્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મામલતદાર અને વચેટીયો રૂપિયા 25 લાખની લાંચ લેતા ઝડપાઈ ચુક્યા છે, એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસના ફરીયાદીની જમીન બદરખાની સીમમાં આવેલ જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડુતમાંથી બિનખેડુત કરેલ જે ફરી ખેડુત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપેલ. જે આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડુત કરેલ જે ફરી ખેડુત તરીકે કાયમ કરવા રૂ.25,00,000/-ની માંગણી કરવામાં આવેલ આ રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર, મામલતદાર કચેરી ધોળકા, વર્ગ-2 તથા વચેટીયો જગદીશભાઈ જેઠાભાઈ પરમાર એકબીજાના મેળાપીપણામાં રૂ.25,00,000/- લાંચના નાણા સ્વીકારતા એસીબીને હાથે મામલતદાર કચેરી ધોળકા ખાતેથી ઝડપાઈ ચુક્યા હતા, એસીબીએ મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખની રકમ રીકવર કરી ઝડતી સહિતની ધોરણસરની કાર્યવાહી કરી છે.