Mysamachar.in-હેલ્થ ડેસ્ક:
ઘણા લોકો દાંતના અસહ્ય દુખાવાથી પરેશાન હોય છે. કોઈક વ્યક્તિ દરરોજ આ સમસ્યા સાથે હેરાન પરેશાન થાય છે. જ્યારે અચાનક દાંતના દુઃખાવાનો ઉપાય સરળ અને અસરકારક છે. જો આ દાંતનો દુઃખાવો લિમિટ કરતા વધી જાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જ્યારે પીડા ઓછી હોય છે ત્યારે આ ઘરેલું ઉપાય અજમાવી શકાય છે.
જો કે, બે દિવસથી વધુ સમય સુધી લક્ષણો ચાલુ રહે છે, તપાસ માટે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. અહીં કેટલીક ઘરેલું રીતો છે જેના દ્વારા તમે ઘરે દાંતના દુઃખાવાથી છુટકારો મેળવી શકો છો. ફક્ત ઉકળતા પાણીમાં મીઠું ઉમેરવાનું છે, તેને ઓગળવા દો અને પછી આ પાણીથી કોગળા કરો. તે કુદરતી જીવાણુનાશક છે અને મોંમાંથી કણોને દૂર કરે છે. સોજાવાળા વિસ્તારને બરફથી શેક કરવો. જ્યાં દુઃખાવો થાય ત્યાં આઈસ પેક મુકો. આઈસ પેક એ વિસ્તારને ઠંડો કરશે અને પીડા ઓછી કરી દેશે. લવિંગ ખૂબ ફાયદાકારક છે જે અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસવામાં આવે છે. લવિંગ તેલ કાઢી શકો છો અને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી શકો છો, તે નિશ્ચિતરૂપે પીડાથી મુક્તિ આપશે. લસણને ભૂકો કરી શકો છો અને અસરગ્રસ્ત ક્ષેત્ર પર તેને લગાવી શકો છો અથવા તમે લસણનો ટુકડો ચાવવી શકો છો.