Mysamachar.in-ભાવનગર:કુણાલ બારડ:
જો તમારા ઘરમાં પણ છે નાના બાળકો તો જ્યારે બાળકો રમતાં હોય ત્યારે તેમનાં પર નજર રાખવી ખુબ જરૂરી એટલા માટે છે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જેમાં રમત રમતમાં એક વર્ષની બાળકનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. જે બાદ સર ટી હોસ્પિટલનાં ડોક્ટરોએ મહામહેનતે માથું બહાર કાઢવામાં સફળતા મળી હતી, ભાવનગરની પિછલા શેરીમાં રહેતા 1 વર્ષીય પ્રિયાંશી ધાર્મિકભાઈ વાળા ઘરમાં રમતા-રમતાં તેનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. કૂકરમાં માથું ફસાઈ જતાં માતા-પિતા પણ ભારે મુંઝવણમાં મુકાયા હતા.
બાળકીનું માથું બહાર કાઢવા માટે બંને જણાએ ધણા પ્રયત્નો કર્યા છતાં બાળકનું માથું કૂકરમાંથી બહાર નીકળી શક્યું ન હતું. જે બાદ બાળકીને તાત્કાલિક સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, સર ટી હોસ્પિટલમાં ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થોપેડિક વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે મહામહેનત તે બાળકના માથામાંથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા, આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર દ્વારા બાળકના પલ્સ, ઓકસીજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. સર ટી. હોસ્પિટલના ડોકટરોની મહેનત રંગ લાવી અને બાળકીનું માથું બહાર કાઢવામાં સફળતા મળી હતી. પણ આ કિસ્સો દરેક લોકો માટે ચેતવણીરૂપ છે જેના ઘરમાં નાના બાળકો છે.