Mysamachar.in-સુરત
જયારે ઘરમાં નાના બાળકો હોય ત્યારે તેના પર ઘરના કોઈ ને કોઈ સભ્યોએ નજર રાખવી અનિવાર્ય છે, નહિતર અણસમજુ બાળક ના કરવાનું કાઈ કરે બેસે તો ઉપાધિનો પાર રહેતો નથી,. સુરત શહેરમાં આવી જ કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. રમતાં રમતાં બાળક નીચે પટકાવાની ઘટના CCTVમાં થઈ કેદ થઈ છે, જેમાં જણાઇ આવે છે કે ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું અને આ દરમિયાન તે નીચે પટકાયું. આ ઘટના માતા-પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
રમત રમતમાં બાળકે શારીરિક સમતોલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું. CCTVમાં કેદ દૃશ્યોમાં બાળક જ્યારે પેસેજની ગ્રિલ પકડી ઉપર ચઢી રમી રહ્યું હતું ત્યારે એમાં કોઇ પરિવારજન નજીકમાં દેખાઈ રહ્યાં નથી. સુરતમાં બનેલી આ ઘટના દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે એક નાનીસરખી બેદરકારી બાળકનો જીવ લઈ શકે છે. ગ્રિલ કે પેસેજમાં કે ગેલરીમાં જો બાળક પડી શકે એવી જગ્યા હોય તો રમતાં રમતાં આ ઘટના બની શકે છે, એથી પરિવારજનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારની સ્થિતિમાં બાળકને એકલું રમવા માટે છોડવું જોઈએ નહીં.