Mysamachar.in-અમદાવાદ
ફોન દ્વારા અને ઈ-મેલ દ્વારા આજકાલ અવારનવાર લોકો સાથે નાણાંકીય છેતરપીંડી થતી તેવી ઓનલાઈન છેતરપીંડીના અનેક કિસ્સાઓ થાય છે. હંમણાથી તો દરેકની પ્રિય અને ઉપયોગી એપ્લીકેશન What’s Appમાં પણ મેસેજ મોકલી ઠગાઈ કરવામાં આવે છે. તેને લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ પોતાના ગ્રાહકો માટે વોટ્સએપ થતાં ફ્રોડને લઈને એક જાહેરાત અવેરનેસ માટે ટ્વીટ કરી જાહેર કરી છે. વોટ્સએપમાં આ રીતે આવેલાં મેસેજને વાતમાં આવીએ તો આપણા બેંક ખાતામાંથી રૂપિયાની ઉચાપત થઈ શકે છે. એની સાવચેતી રાખવા SBIએ ટ્વીટ કરી જાણકારી આપી છે.
સાયબર ક્રિમિનલસ ફોન અને ઈ-મેલ દ્વારા તો ઠીક પણ હવે વોટ્સએપ કોલ કે મેસેજ કરીને ગ્રાહકોનો સંપર્ક કરે છે. સામેથી કોલર ગ્રાહકોને કોઈ પ્રાઈઝ કે લોટરીની માહિતી આપી લલચાવે છે. ગ્રાહક તેમાં આકર્ષાઈને એમાંની જે પ્રોસિજર હોય તેને ફોલો કરે છે, અથવા જે માહિતીઓ માંગે તે સામેવાળાને આપે છે. આ ઠગ ગ્રાહકોને મળેલા પૈસા મેળવવા માટે બેંકની વિગતો શેર કરવી જરૂરી હોવાનું જણાવી અને બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને વિગતો લઈ લે છે.
પછી તે ગ્રાહકોના ખાતામાંથી હોઈ એટલા રૂપિયાની ઉચાપત થઈ જાય છે. માટે SBIએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ પણ પ્રકારની લોટરી કે પ્રાઈઝ જેવી સ્કીમોની જાહેરાત બેંક ચલાવી રહી નથી. એસ.બી.આઈ.એ ગ્રાહકોને સલાહભર્યા સૂચનો કરે છે કે વોટ્સએપ પર આવનાર ફેક કોલ કે ફોરવર્ડ મેસેજનો ભરોસો ન કરવો જોઈએ.
છેતરપિંડીના શિકાર બનવાથી બચવા આટલું કરો..
– અધૂરી માહિતી સાથેની વાતમાં રસ ન લેવો જોઈએ.
– કોલ કરનાર બેંકની કોઈ વિગતો જેવી કે પિન કોડ અથવા પાસવર્ડ માંગે તો આપવો ન જોઈએ.
– લોટરી કે ઈનામની રકમની લાલચમાં અજાણ્યા વ્યક્તિને પોતાના આઈ.ડી કાર્ડનો ફોટો, ક્રેડિટ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ મોકલવા નહીં.
– તમારા નેટબેંકિંગ એકાઉન્ટને સાર્વજનિક Wi-Fi પર લોગ ઈન ન કરવો.
– બિનજરૂરી આવતી લિંક્સ, ઈમેજ, GIFS વગેરે પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.
– OTP કે અન્ય ખાનગી પાસવર્ડ કોઈને પણ આપવો નહિં.
આ રીતે SBIએ પોતાના ગ્રાહકોને આ ફ્રોડ કોલ્સ અને લિંક દ્વારા થતી છેતરપિંડી અંગે વાકેફ કરી સાવચેત રહેવાની માહિતીસભર સૂચના ઓફિશિયલી ટ્વીટ કરી આપી છે.