Mysamachar.in-ગાંધીનગર
આપણે ત્યાં મહિલા હેલ્પલાઇન કામગીરી સરાહનીય હોય છે, એવામાં આ હેલ્પલાઇન થકી વધુ એક વખત એક યુવતીને મદદ મળી છે, વાત કઈક એવી છે કે ગાંધીનગરમાં એક યુવતી એકલી રહી અને નોકરી કરે છે. એવામાં ગત સાંજના સમયે યુવતીએ મહિલા હેલ્પલાઈનને ફોન કરી કહ્યું હતું કે, એક યુવક તેને મેસેજ કરી હેરાન કરે છે અને મદદ જોઈએ છીએ. મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક યુવતી પાસે પહોંચી હતી. પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, 6 મહિના પહેલા યુવતીને મિત્ર સર્કલમાં યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમ્યાનમાં યુવતીને નોકરી મળી જતાં તેણે યુવક સાથે વાતચીત બંધ કરી દીધી હતી.
એવામાં છેલ્લા બે દિવસથી યુવતીના ફોન પર યુવકના ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા અને ધમકી આપતો હતો કે જો રિલેશન નહિ રાખે તો તેના ફોટો એડિટ કરી વાઇરલ કરી દેશે. આવા મેસેજથી સ્વાભાવિક એકલી રહેતી યુવતી ગભરાઇ અને તેણે અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. ટીમે તેની પાસેથી યુવકનો નંબર લઈ પજવણી માટે કામ કરતી મહિલા હેલ્પલાઈનની સ્પેશિયલ ટીમને આપ્યો હતો. યુવકનો નંબર બ્લોક કરવાનું કહી અને પરિવાર પણ ચિંતામાં હોવાથી તેની સાથે વાતચીત કરાવી તેમને પણ હાશકારો અપાવ્યો હતો.