Mysamachar.in-જુનાગઢ:
જેમ જેમ આધુનિક જમાનો આવતો જાય છે, તેમ મોબાઈલ મારફત સોશ્યલ મીડિયાનો આજના યુવક અને યુવતીઓ વધુ પ્રમાણમાં વપરાશ કરીને તેનો દુરુપયોગ વધુ કરતા હોવાના કિસ્સા રોજબરોજ સામે આવી રહયા છે. કોલેજમાં એક યુવક અને યુવતીનું પ્રેમપ્રકરણ અન્ય એક યુવતીને ગમતું ન હોવાથી યુવતીને બદનામ કરવામાં કારસો રચીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીએ પરેશાન કરી મૂકતા જુનાગઢ સાઇબર ક્રાઇમ સેલમાં મામલો પહોંચતા યુવતીની અંતે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કિસ્સાની મળતી વિગત પ્રમાણે જૂનાગઢ ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું કોઇએ તેને બદનામ કરવાના ઇરાદે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટા તેની જાણ બહાર આ એકાઉન્ટ પર ખરાબ ફોટા અને લખાણ તેના ગૃપ સર્કલ તથા પબ્લીકલી શેર કર્યા હતા. આ અંગે જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ સેલને અરજી મળતા આ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેમના ગૃપની યુવતીએ જ બનાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું અને પોલીસે આ યુવતીને ઝડપી લઇ પુછપરછ કરતા તેણે કોલેજના એક વિદ્યાર્થી સાથેના પ્રેમ પ્રકરણના કારણે ઇર્ષાથી પ્રેરાઇને આ વિદ્યાર્થીનીને બદનામ કરવાના ઇરાદાથી આ ફેક એકાઉન્ટ બનાવી ખરાબ ફોટા તથા લખાણ શેર કર્યા હોવાની કબૂલાત આપી હતી.
આમ આજના યુવક-યુવતીઑ સોશ્યલ મીડિયાનો વધુ પડતો દુરુપયોગ કરીને કેવા પરિણામ લાવે છે તેનો આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.