Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના એક વીજ ગ્રાહકને બિલ ભર્યું ન હોવાનું જણાવી, એક મેસેજ આવ્યા બાદ આ ગ્રાહક પણ ઓનલાઇન ઠગાઈનો ભોગ બન્યાનો બનાવ બન્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીના મોબાઈલમાં વીજતંત્રનો જણાતો એક મેસેજ આવ્યો હતો કે તેમણે લાઈટ બિલ ભર્યું નથી અને રાત્રે કનેક્શન કપાઈ જશે. આથી ચિંતામાં મુકાઈ ગયેલા આ વ્યક્તિએ લીંક ખોલીને જતા તેમાં પ્રથમ રૂપિયા 10નો ચાર્જ ભરવા જણાવ્યું હતું અને આ સામાન્ય રકમ ભરતાની સાથે જ તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 90,000 ઉપડી ગયા હતા.!!
આ પ્રકારના નવતર કીમિયા મારફતે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર આસામીએ સૌપ્રથમ તો પીજીવીસીએલ આ પ્રકારે પાવર કટ કરવાની નોટિસ મોકલતું નથી તેમ જાણવા મળતા આ આસામી છેતરપિંડીનો ભોગ બન્યાનું ખુલવા પામ્યું છે, લોકોએ આવા મેસેજમાં ન ભરમાવવા અને જરૂર પડ્યે પીજીવીસીએલનો સંપર્ક સાધવા જણાવાયું હતું. રૂ. દસ ભરવાના નામે રૂપિયા 90,000 ની ઓનલાઇન અને નવતર છેતરપિંડીના આ બનાવે ઓનલાઈન વ્યવહાર કરતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરાવી છે.