Mysamachar.in:રાજકોટ
જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ “મહાશિવરાત્રી મેળા”માં જતા મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે,
-રાજકોટ-જૂનાગઢ-રાજકોટ મેળા સ્પેશિયલ ટ્રેન
રાજકોટ-જૂનાગઢ વચ્ચે “મેળા સ્પેશિયલ ટ્રેન” 15.02.2023 થી 21.02.2023 સુધી (16.02.2023 અને 20.02.2023 સિવાય) દોડશે. ઉપરોક્ત દિવસોમાં આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.
-એકસ્ટ્રા કોચ
ટ્રેન નં.19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં.09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં.19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં.09522/09521 રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જર સ્પેશિયલમાં વધારાના કોચ લગાડવામાં આવશે.