Mysamachar.in-જામનગર:
હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે, ત્યારે કોરોના એસોપીમાં થોડી વધુ છૂટછાટ મળતા કેટલાક લોકો મોડીરાત સુધી ડી.જે.સાઉન્ડ સીસ્ટમ પર દાંડિયારાસ રમતા હોય છે, જાહેરમાં મોડી રાત્રી સુધી ડી.જે.માઇક વગાડી જાહેરનામાંનો ભંગ કરતા ઈસમોને પકડી પાડી ડી.જે. સીસ્ટમ પણ પોલીસે કબજે કરી છે, જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન જામનગર શહેરમાં અલગ અલગ પાંચ જગ્યાએ મોડી રાત્રી સુધી ડી.જે. સાઉન્ડ સીસ્ટમ વગાડી જાહેરનામાનો ભંગ કરતા કુલ સાત ઇસમો વિરુધ્ધ IPC કલમ 188 મુજબનો ગુન્હો દાખલ કરેલ છે,
-જામનગર ધરાનગર-2 સાતનાલા પાસે
અજય ધિરૂભાઇ સવાસડીયા ધંધો.સાઉન્ડ સિસ્ટમનો રહે.ખોળમીલના ઢાળીયા પાસે રામનગર,
-જામનગર ધરાનગર-2 સાતનાલા પાસે
ભરત વેરશીભાઇ ચારોલા ધંધો.સાઉન્ડ સિસ્ટમનો રહે.જુની પોસ્ટે ઓફીસ સામે, ગામ
ભાટીયા, તા.કલ્યાણપુર
-જામનગર ધરાનગર 2, હુશેની ચોક, સાતનાલા પાસે
કાનજીભાઇ ધનજીભાઇ પરમાર ધંધો.સાઉન્ડ સિસ્ટમનો રહે.મહા પ્રભુજીની બેઠક પાસે
દીપક શાંતીભાઇ કણજરીયા ધંધો.ડ્રાઇવિંગ રહે, કાલાવાડ નાકા બહાર મોરકંડા રોડ,
-જામનગર ધરાનગર-૨ મારૂતી શો-રૂમ સામે, માનવ પાર્ટી પ્લોટમા
મુસાઇ દરજા ઓસમાણગની કમોરા ધંધો.સાઉન્ડ સિસ્ટમનો રહે.ધરાનગર ૧
સાગર ચનાભાઇ મકવાણા ધંધો.સાઉન્ડ સિસ્ટમનો રહે.જી.જી.હોસ્પીટલ પાછળ,
સંજય રમેશભાઇ પરમાર ધંધો.સાઉન્ડ સિસ્ટમનો રહે.ગણપતીનગર