Mysamachar.in-અમદાવાદ:
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે હવે ખેડૂતોમા પણ આશા બંધાઇ છે કે તેમનો વાવણી કરેલો પાક નિષ્ફળ નહી જાય. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર બંને સિસ્ટમની અસર થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહશે. રાજ્યમાં 4, 5, અને 6 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 4 થી 6 ઓગસ્ટના વલસાડ, નવસારી, દમણ, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, પોરબંદર, જુનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હવામાનની આ આગાહી સાયકલોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર બંને સિસ્ટમની અસરને લઇ કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ રહેશે અને 4થી 6 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.