Mysamachar.in-ગુજરાત:
કોરોના મહામારીમા હાલારથી માંડી સમગ્ર રાજ્યમા આરોગ્યતંત્ર વામણુ પુરવાર થયુ સરકાર હાંફી ગઇ માટે હવે લોકોને એમ કહે છે કે લોકભાગીદારીથી જંગ જીતવાનો છે કાં ભાઇ તમારી ખુરશી તમારો મોભો તમારી જાહોજહાલી તમારી આવકમા લોકોને ભાગીદાર બનાવો છો?? ક્યારેય (હા અમુકને બનાવવા પડે છે તેની વાત નથી થતી જનતાની વાત છે જે હાલ પીડાય છે) તો વળી કે આત્મનિર્ભર બનો એટલે શુ દવા બાટલા ખાટલા ઓક્સીજન ઇન્જેક્શન શોધવા દરબદર ભટકવાનુ ઠેબા ખાવાના લાચાર થઇ રખડવુને ઉપરથી સ્વજનની ન જોવાતી પીડાય જોવાની તો વળી સૌનો સાથ વિકાસને વિશ્વાસ ક્યા ગયા તમે ગુમાવી દીધા….?
મારા વહાલા વડીલ શાસકો તમે હવે પ્રશાસન ઉપર ન ઢોળો બધુ તમે હોસ્પીટલ બીલ્ડીંગ બનાવો પણ ડોક્ટર ન આપો દવા ન આપો ઉદઘાટનમા મોટી મોટી વાતો કરો એક્સરે મશીન ન આપો અરે પ્લેટ ન આપો સીટી સ્કેનમશીન ન આપો એમઆરઆઇ ન આપો ટેસ્ટ કીટ ન આપો પુરતા વાહન એમ્બ્યુલન્સ પેરામેડીકલ સ્ટાફ સર્જીકલને મેડીકલ સાધનો ન આપોને લોકભાગીદારી ને આત્મનિર્ભરતાની વાતો કરો છો….
ઉપરથી ટપુકડાક પણ અભિમાનનુ વધુ વજન ધરાવનાર દર વખતે ડબકુ પુરે કે આવો આપણે સૌ સાથે મળી ગુજરાતમાંથી કોરોના હરાવીએ તો સાહેબ ખાસ પ્રકારની જ્યારે મેવા મલાઇના લુફ્ત ઉઠાવી ફાયદાની જુદી જુદી મોજ માણો છો ત્યારેય બોલાવજો કે સૌ સાથે મળી ચાલો ભાગ પાડીએ તેવી આક્રોશપુર્ણ ટીકાઓ હાલ ઠેર-ઠેર સાંભળવા મળી રહી છે, કેમકે વાસ્તવિકતા વરવી છે સિસ્ટમ ફેલ છે અને અણઘડ રીતે કામ થતુ હોય મેનેજમેન્ટ નથી થઇ રહ્યુ માટે વરવી સ્થિતિ જનતા યાતના સાથે ભોગવે છે જે જનતાએ આ લોકોને મોટા બનાવ્યા સતા આપી વર્ષો સુધી ચુંટ્યા બાદમા પણ સાયબ સાયબ કરવાનુ છતા કહે છે લોકો સાથ આપે પણ તમે ઘટે છે એ તો પુરૂ પાડો પહેલા પછી લોકો સાથ આપે ને??
-વાતોના જ વડા…..સાવ ચોખ્ખો આક્ષેપ અને ઉપરથી મંત્રીઓને મીટીંગોમા વ્યસ્ત કર્યા….!!!!
દેશમાં છેક ઉપર વાળાતો સુપ્રસિદ્ધ કવિ સાહિત્યકાર જેવી મુખમુદ્રા કર્યાના ગર્વ સાથે 1 લી મે થી આમ થશે બીજી મેથી આમ થશે ઓક્સીજનનુ તેમ થશે દવાનુ કરીશુ નિયંત્રણો લોકડાઊન કરશુ ભારત એકજુથ થઇ વિશ્વમાં ઉભરી રહ્યુ છે રાષ્ટ્રસેવા જ ધ્યેય …..વગેરે દર વખતે કઢાઇ જેમ નવા સુત્રોનીની ડ્રામા બાજી કરનારાના કોણ જાણે ભક્તો વધે છે તેને ખબર નથી કે દવાઇ ભી કઢાઇ ભી પણ…મહેંગાઇ ભી….બીમારી કી અસહ્ય યાતના ભી….બેરોજગારી ભી….કોરોના કી જરૂરી ચીજો કી શોર્ટેજ ભી…..વ્હાલા ભાઇઓ બહેનો હેરાન દુખી પરેશાન ભી…..વગેરેની ભાઇને ઓનલાઇન હોય આ બધુ ઓફલાઇન દેખાતુ નથી તો વળી ગુજરાતમા અમુક શહેરોમા ફુરૂરૂરૂર ફટ જઇને તમને બધુ મળશે લોકો જાગૃત થાય લોકો સાથ આપે તંત્ર પુરતુ છે,
નવા બેડ થશે (કોક હોસ્પીટલ બનાવે તો ફુદકે ચડે તમે શુ કર્યુ??) વગેરે અનેક સંવેદનહીન વાતો સાથે મોથ માર્યાના હાવ ભાવમા બડે મીયા છોટે મીયા ફર્યા રાખ્યુ ત્યા વળી વેક્સીને હવા કાઢી તો કે મારૂ ગામ કોરોના મુક્ત….અરે મંત્રીઓને તેમા શુ કામ હેરાન કરો છો પંચાયત સેટઅપ નથી?? સંગઠન નથી?? હમણા જ બધે તમારી સરકાર આવી છે તો સભ્યોને કો કરે બધુ ખરેખર મંત્રીઓને પ્રવાસ મુલાકાત બે જ જવાબદારી સોંપો તો તેઓ દરેક જગ્યાએ સરખુ ધ્યાન આપે પણ ના તમે જ રક્તદાન કેમ્પેય કરો વેક્સિન કેમ્પેય કરો રોટલા ઘડી ખવરાવો દવા લયાઓને બધાને આપો…….વગેરે વગેરે….માટે ભાઉ વીરૂ જામ્યા છો મારા વડીલો સરકારી વિભાગો છે ને?? તો કામ ત્યાથી કરાવો પણ ક્યાથી કરાવે માત્ર પ્રભાર ચાર્જ ફોલીયો સોંપ્યા કઇ કામ તો તંત્ર પાસેથી લેતા ન આવડતુ હોય મંત્રીઓ અને ધારાસભ્યો પર દબાણ કરે છે એવુ રાજકીય વિશ્ર્લેષકો જણાવે છે કેમકે આ લોકો ગુજરાતને મોડેલ સ્ટેટ કહે છે તો બીજા રાજ્યોનુ તો પુછવાનુ જ નહી ને?? તેમ પણ ટિોપ્પણીઓ થાય છે.
-લાઇનોની પળોજણથી નાગરીકો થાક્યા, નોટબંધી, જીએસટી, દાખલાઓ ઓફલાઇન ખંડાવો, રાશન, દવા,બેડ, ઓક્સીજન, વેક્સીન, આધારકાર્ડ, માકાર્ડ, આયુષમાન કાર્ડ….
ભારતમા પબ્લીકને આ નવો નેતાગીરી યુગ લાઇનોમા ઉભા રહેતા શીખવવા જ મંડ્યો લાઇનોની પળોજણથી નાગરીકો થાક્યા છે કેમકે…..નોટબંધી…..જીએસટી..કહેવાતા ઓનલાઇન દાખલાઓ અને પ્રમાણપત્રો માટે ઉપરથી પાછુ ઓફલાઇન તો ખંડાવાનુ જ છે…રાશન,બેંકોમા લોન ધીરાણ, પાક બીયારણ, ખેતસહાય, વગેરે બાદ હવે કોરોનામા દવા, બેડ, ઓક્સીજન, ઇન્જેક્શન, વેક્સીન, આધારકાર્ડ, મા કાર્ડ, આયુષમાન કાર્ડ, ડોક્ટર પાસે ચેકઅપ કરાવ, દાખલ થવા, કોરોનાનો રિપોર્ટ કરાવવા અંતે સ્વજનનો દેહ લેવા એમ્બ્યુલન્સ મેળવવા સહાય મેળવવા બધે જ લાઇન હવે તો હાઉ કરો.
-ભારતમા આત્મનિર્ભરતા એટલે તમે બધું કરી લો જાતે અને લોકભાગીદારી એટલે “અમે” નહી લોકો બધુ કરે જેવો ઘાટ
લોકભાગીદારી, સૌનો સાથ, દવાઇ ભી કઢાઇ ભી, ન્યુ ઇન્ડીયા, સાઇનીંગ ઇન્ડીયા, સંવેદનશીલ ગુજરાત, સેવા જ સંગઠન, ગતિશીલ ગુજરાત, સૌનો વિશ્ર્વાસ, મેક ઇન ઇન્ડીયા વગેરે સુત્રોથી પેટ ભરો અને આત્મનિર્ભર એટલે તમે જાતે બધુ કરી લેજો અમારી ખો અને લોકભાગીદારી એટલે તમે લોકો પૈસે ટકે ઘસાઓ તો કામ થશે વ્યવસ્થા થશે…..વગેરે અર્થ રાજકીય ટીકાકારો કરે છે.






