Mysamachar.in-જામનગર:
આજે ગુજરાત જે ઘટનાથી હચમચી ઉઠ્યું છે,તે સુરતમાં એક કોમ્પ્લેક્ષ્મા આવેલ ટ્યુશન કલાસીસમા આગ ફાટી નીકળતા ૧૯ બાળકો મોતને ભેટ્યાને પગલે સરકાર સફાળી જાગી ચુકી છે,ત્યારે આ મામલે જામનગર મહાનગરપાલિકા સહિતનું તંત્ર પણ એક્શન મોડમા આવી ગયું છે,
આ ઘટના બાદ રાજ્ય સરકારમાં થી આદેશો છુટતા મ્યુ.કમિશ્નર સતીશ પટેલે જાહેર નોટીસના માધ્યમથી જે-તે ટ્યુશન કલાસીસ અને રૂફટોપ ધરાવતી રેસ્ટોરન્ટમા જાહેર સલામતી ને ધ્યાને રાખી ફાયર વિભાગનું એનઓસી તાત્કાલિક મેળવવાનું રહેશે અને જ્યાં સુધી ફાયર વિભાગ આવું ના વાંધાપ્રમાણપત્ર ન આપે ત્યાં સુધી ટ્યુશન કલાસીસ અને રેસ્ટોરન્ટ તાત્કાલિક અસરથી બંધ કરવા પણ આદેશ કરાયો છે.
આ ઉપરાંત જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે આવતીકાલ સવાર થી ફાયરવિભાગ ના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈની ટીમો આ અંગેનું ફાયરસેફ્ટી ઓડીટ પણ કરશે અને કોઈપણ જાતની ચૂક ચલાવી લેવામાં જામનગરમાં પણ નહિ આવે તેવું જાણવા મળે છે.