Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
તાજેતરમાં જ રાજ્યના સ્ટેટ મોનીટરીગ સેલના વડા તરીકે કડક છાપ ધરાવતા આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને મુકવામાં આવતા રાજ્યમાં જે કોઈ જગ્યાએ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દારુ જુગારના હાટડા ચાલતા હોય તેની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ સુધી પહોચાડવા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, પણ તેમાં દ્વારકા જીલ્લાના એક આસામીએ દેશી દારૂની માહિતી આપતા તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
આ ઘટના અંગે નોંધાયેલ વિગતો મુજબ નાનજીભાઇ છગનભાઇ શ્રીમાળી જેવો સુરજકરાડી પોલીસ ચોકી સામે વસવાટ કરે છે તેને આજથી થોડા દિવસો પહેલા સ્ટેટ વીજીલન્સ સેલ ગાંધીનગરમા રાહુલભાઇ ધનાભાઇ રોશીયા, મેઘીબેન ધનાભાઇ રોશીયા રહે.-પીરખાનવાળી ગલી સુરજકરાડી તા.દ્વારકા વાળા ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરતા હોય તે બાબતે લેખીતમા ફરીયાદ સ્ટેટ વીજીલન્સ સેલના પોલીસ અધિક્ષકને કરેલ હતી જેથી આ આરોપીઓએ ફરીયાદીને મનફાવે ભુંડી ગાળો કાઢી ટાટીયા ભાંગી નાખવાની તથા શાંતિથી ધંધો નહી કરવા દઇએ તેમ કહી જાનથી મારી નાખવાની ફોનમા ધમકીઓ આપ્યા સબબની ફરિયાદ નોંધાઈ છે.