Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઑ શરૂ કરી દીધી છે. ત્યારે જામનગર-૧૨ લોકસભા બેઠક જો કોંગ્રેસને જીતવી હોય તો પાટીદાર ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે તો આ બેઠક પર કબ્જો મેળવી શકાય તેમ છે તેવા સચોટ ગણિત સાથે જામનગરમાં વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા ખેડૂત પુત્ર અને પાટીદાર નેતા જયંતિલાલ એ. દોંગાએ કોંગ્રેસ પક્ષના હિતમાં લોકસભા બેઠક લડવાની ઈચ્છા વ્યક્ત કરીને દાવેદારી કરીને સૌને ચોંકાવી દીધા છે,
જામનગરમાં રહેતા જયંતિલાલ એ.દોંગા છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને હાલ એરપોર્ટ એડવાઇઝરી કમિટીમાં સભ્યપદ ધરાવે છે. સાથોસાથ સામાજિક કાર્યકર તરીકે હંમેશા સમાજ સેવા કરીને સારી એવી લોકચાહના ધરાવે છે,ઉપરાંત તેમના પત્ની પણ જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે,
ત્યારે જામનગર-૧૨ લોકસભા બેઠક પર સૌથી વધારે અંદાજે ૩ લાખ જેવા પાટીદાર મતદારો છે અને કોંગ્રેસએ હજુ સુધી પાટીદાર ઉમેદવારને ક્યારેય ટીકીટ આપી નથી, તો આ વખતે જ્ઞાતીના સમીકરણોના આધારે પાટીદાર ઉમેદવારને કોંગ્રેસમાંથી ટીકીટ આપવામાં આવે તે આ બેઠક જીતી શકાય તેમ છે તેવું પાટીદાર નેતા જયંતિલાલ દોંગાએ ગણિત માંડીને સચોટ આંકડાકીય માહિતી સાથે પ્રદેશ કોંગ્રેસના હાઇકમાન્ડને પત્ર લખીને લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે,
જામનગર લોકસભા બેઠક લડવા માટે પાટીદાર નેતા તરીકે જયંતિલાલ દોંગા પોતે સક્ષમ હોવાના દાવા સાથે પ્રદેશ કોંગ્રેસ હાઇકમાન્ડને વિસ્તૃત પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, વિધાનસભાની ચૂંટણીમાં, તેમજ કોંગ્રેસના તમામ કાર્યક્રમો વફાદારી અને ખંતપૂર્વક ફરજ બજાવેલ છે અને આર્થિક સહયોગ આપીને કોંગ્રેસના તમામ કાર્યક્રમો સફળ બનાવી પાર્ટીના સેવક તરીકે ફરજ અદા કરેલ હોવાથી લોકસભાની ટીકીટ આપવા માંગણી કરીને પોતે સક્ષમ હોવાનો દાવો કર્યો છે.અને આ સીટ જીતવાની આશા વ્યક્ત કરી છે,
આમ પાટીદાર અગ્રણી જયંતિલાલ દોંગાએ આ વખતે લોકસભાની જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો જીત નિશ્ચિત છે, તેવા દાવા સાથે પોતે ઉમેદવારી નોંધાવીને સચોટ આંકડાકીય જ્ઞાતીના સમીકરણ સાથે પ્રદેશ કોંગ્રેસના હાઇકમાન્ડને વાકેફ કરાયા છે. ત્યારે કોંગ્રેસ પણ આ મામલે વિચાર કરે તો જામનગરની લોકસભાની બેઠક કોંગ્રેસના ફાળે જાય તો નવી નવાઈ નહીં.તેવામાં રાજકીય માહોલ ધીમે ધીમે તેજ થતો જાય છે.
***
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.