Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા અવારનવાર વિવાદોમાં આવવા માટે ખુબ જાણીતી છે, જેને લઈને ઓડીટ વિભાગ પણ આ શાખાના પેરાઓ વાર્ષિક ઓડીટ દરમિયાન કાઢતું રહે છે, એવામાં જામનગર કોર્પોરેશનના જાણકાર સુત્રોએ આ ફાયર શાખાની સ્ફોટક વિગત આપતા જણાવ્યુ છે કે ફાયર સેફટીની નોટીસ પણ ફાયર શાખા જ આપે અને ફાયર સીસ્ટમ ફીટીંગ પણ ફાયર શાખાના સ્ટાફ જ ગોઠવણ કરી આપવાની એજન્સી કાર્યરત રાખી ધૂમકમાણી કરે છે, ત્યારે ખરેખર આવુ હોય તો તે બાબત ખુબજ ગંભીર અને તપાસનો વિષય ચોક્કસ છે.
જોકે ક્યા ક્યા કામ કર્યા,ક્યા ક્યા કામ કરવાનુ નક્કી કર્યુ છે, શુ શુ કમાણી છે, કોને કોને શુ ભાગ કે અન્ય લાભ-સેવા મળે છે તેની વધુ વિગતો સાંપડી રહી છે જાગૃત નાગરિકોએ અને કોર્પોરેશનના સુત્રોએ આ માટે તૈયારી દર્શાવી છે પરંતુ ત્યા સુધીમા ખરેખર જો આવુ હોય તો તમામ જવાબદારો અજાણ હોય તેવુ માની ન શકાય, જોકે હજુ વધુ વિગત આવ્યે સમગ્ર વિસ્ફોટ તો થશે જ પરંતુ ફાયર વિભાગના જવાબદારો આવુ શા માટે ચલાવી જ લે છે તે સવાલ છે તેમા અનેકના હિત સચવાયેલા હશે તેવુ અનુમાન થઇ શકે.
-બીજા પાસે સીસ્ટમ ફીટ કરાવી તો ગ્યા કામથી તેવી નીતિ…
દેખીતુ છે કે વેપારીઓ કે લોકો ખર્ચ વ્યાજબી થાય તે માટે જુદી-જુદી જગ્યાએ ભાવ તાલ કરે અને ક્વોટેશન મંગાવે પરંતુ તકલીફ એ છે કે જ્યારે ખુદ ફાયરનો સ્ટાફ જ આ સુવિધા આપતા હોય કોન્ટ્રાક્ટ રાખતા હોય તો તેની પાસેથી જ સીસ્ટમ વસાવવી પડે નહી તો વાંધો નીકળે તેવી દહેશત લોકોને રહે તે સ્વાભાવિક છે કેમકે અન્ય કોન્ટ્રકાટરની સર્વિસમાંથી ખામી કાઢવામા આવે તો લોકોનો ખર્ચ તો પાણીમા જાય અને “સ્ટાફ”ની સર્વિસ હોય તો બધુ જ સડેડાટ પાસ થઇ જાય તેવુ બની શકે ને? આવી તો અનેક ચર્ચાઓ થાય છે જેમાંથી અમુક ગંભીર તારણો નીકળી રહ્યા છે. સ્ટાફના જ અને બધું પોતાનું કરીને બેસી ગયા છે તેવા સ્ટાફના જ એક બે જે બહારના ખાનગી માણસો સાથે મળીને આ વ્યવસાય કરી રહ્યા છે નવનિયુક્ત કમિશ્નર જો ફાયર વિભાગના સીસીટીવી ચકાસે તો ખબર પડે કે ત્યાં આવા “પાર્ટનરો” ફાયર વિભાગના કર્મચારીઓ સાથે અડીંગો જમાવીને બેસે અને ત્યાંથી તેને આવનાર અરજદારોને જાણે ફાયર વિભાગમાં જ દુકાન હોય તેમ સીસ્ટમ ફીટીંગ માટેની મીટીંગો જામે છે.