Mysamachar.in-સુરત:
સુરતના મોરાભાગળ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 1998માં થયા હતા. જે બાદ મહિલાએ પારિવારિક ઝઘડાને લઈને પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. મહિલાના બે પુત્ર પૈકી એક મહિલા સાથે અને બીજો પતિ સાથે રહે છે. છૂટાછેડા બાદ મહિલા કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને લસકાણા ખાતે નોકરી કરતી હતી. આ સમયે તેનો પરિચય દર્શન ભાદાણી સાથે થયો હતો. આ મહિલા મૂળ ભાવનગરની છે અને તેનો દર્શન ભાદાણી સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
દર્શન આ મહિલાને આર્થિક મદદ પણ કરતો હતો. દરમિયાન મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ જતા દર્શને બીજી પત્ની તરીકે રાખીશ એમ કહી લગ્ન કરવાની લાલચ આપી મહિલાને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. આ ફ્લેટ પર દર્શન વારંવાર આવતો હતો અને બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાયા હતા. થોડા સમય સુધી ચાલેલા પ્રેમ સંબંધ અને મહિલાનું શારીરિક શોષણ કર્યા બાદ અચાનક યુવાને મહિલા સાથેના સંબંધ કાપી નાખ્યા હતા. જે બાદમાં મહિલા એક દિવસ આ યુવકના ઘરે પહોંચી ગઈ હતી. આ સમયે દર્શને તેને મળવાની ના પાડીને મહિલાને ઘરે આવીશ તો જીવથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલાને પોતાની સાથે ખોટું થયાના ભાવ સાથે પોલીસમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરી છે.