Mysamachar.in-ગાંધીનગર:
લોકસભાની ચુંટણીને લઈને રાજ્યમાં આવેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે ગાંધીનગર થી કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ Mysamachar સાથેની ટેલીફોનીક વાતચીતમા જણાવ્યું કે પોતે પોરબંદર બેઠક પરથી લોકસભાની ચુંટણી લડશે અને હાર્દિક પટેલ આગામી તારીખ ૧૨ ના રોજ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાશે,અને લોકસભા લડશે તેવી વાત વસોયાએ કરી છે,

જયારે હાર્દિક પટેલ કઈ બેઠક પરથી ચુંટણી લડશે તેવું પૂછતા વસોયાએ કહ્યું કે જ્યાં જીતની શક્યતા વધુ હશે ત્યાં થી હાર્દિક આગામી લોકસભાની ચુંટણી લડશે તેવી વાત વસોયાએ કરી છે,જયારે પોતાને પાર્ટીએ પોરબંદર બેઠક પરથી લોકસભા લડવાનું જણાવ્યું હોવાની વાત પણ વસોયાએ એ કરી છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.