Mysamachar.in-ગોધરા:
આડાસંબંધનો વધુ એક વખત કરૂણ અંજામ આવ્યો હોય તેમ યુવકએ પરિણીતા સાથે આંખ મળી ગયા બાદ સંબંધ બંધાયો હતો. જેની જાણ પરિણીતાના પતિને થતાં પતિ-પત્નીએ ભેગા મળીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધાનો ચોંકાવનારો બનાવ ગોધરા જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે,
આડા સંબંધમાં બનેલ આ હત્યાના બનાવની વિગત જાણે એમ છે કે, ગોધરાના સેલોત ગામે રહેતા રાયસીંગ કટારાની બહેનના લગ્ન વેણા ગામે થયા હતા. રાયસીંગે અવાન નવાર બહેનને મળવા વેણા ગામે જતો હતો. તેવામાં બહેનના ઘરની પાસે રહેતી રમીલા સાથે આંખ મળી જતા તેને પ્રેમ સંબંઘ થઇ ગયો હતો. પણ આ સંબંધ લાંબો ચાલ્યો નહીં અને રાયસીંગ સાથે પત્ની સાથે શયનસુખ માણતાં પતિ રમેશ જોઇ જતાં બંનેના પ્રેમસંબંઘનો ફાડો ફુટયો હતો.
ત્યારબાદ ચાલાક રમેશે પત્નીને વશમાં કરીને રાયસીંગને મારી નાખવાનુ઼ કાવતરૂ રચીને ઘરે બોલાવી પત્ની સાથે સેક્સ માણવાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ રાયસીંગ રમેશના ઘરે આવીને રમીલા સાથે શરીરસુખ માણતા સમયે પાછળથી રમેશ આવી જઈને છરીથી હુમલો કરતા નગ્ન હાલતમાં રાયસીંગ લોહીલુહાણ બહાર દોડતાં રસ્તો લોહીથી લથપથ થઇ ગયો હતો. રમેશ પર ઝનુન સવાર થઇ જતાં તેણે રાયસીંગના ગુપ્તાંગના ભાગે છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી,
આ બનાવમાં મૃતક યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસમાં પ્રેમસંબધમાં હત્યા થયું હોવાનું બહાર આવતાં પોલીસે રમીલા તથા રમેશ નાયકાની પુછપરછ કરતાં હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પતિ-પત્નીની હત્યાના ગુન્હામાં ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.