Mysamachar.in-સુરત:
આજના સમયમાં લોકો પોતાનો મિજાજ ગુમાવી દે છે અને ના કરવાનું કરી બેસે છે, સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં શંકાશીલ પતિએ પત્નીને ગળેટુપો આપી હત્યા નિપજાવ્યા બાદ ઘટનાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો પણ તે સફળ ના થયો અને આત્મહત્યા નહિ પરંતુ હત્યાનો ગુન્હો નોંધાતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે,
સુરતના અડાજણના માધવ પાર્કમાં ખાતે આ ઘટના બની હતી. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા રજનીકાંત છીતુભાઈ ચૌહાણ એક ટેક્સટાઈલ કંપનીમાં ડિઝાઈનર તરીકે કાર્યરત છે. 51 વર્ષીય રજનીકાંતના પરિવારમાં પત્ની રાજશ્રીબેન અને 17 વર્ષનો દીકરો છે. નાનકડા એવા આ પરિવારમાં રોજ ઝઘડા થતા હતા, નાની નાની બાબતોને લઈને રજનીકાંત અને પત્ની રાજશ્રીબેન અવારનવાર ઝઘડી પડતા હતા. ત્યારે એક તરફ દિવાળીની ઉજવણી ચાલી રહી હતી ત્યારે રજનીકાંતે પત્ની સાથે ઝઘડો કર્યો હતો.
આ ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ લઈ લેતા તેણે પત્ની સાથે મારપીટ પણ કરી હતી. અને કોટનની દોરીથી ફાંસો આપીને પત્નીની હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ રજનીકાંતે આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લોહી સાફ કરીને તમામ પુરાવા નાશ કર્યા હતા. એટલુ જ નહિ, તેણે તમામ સંબંધીને ફોન કરીને જાણ કરી હતી કે, તેની પત્નીએ આત્મહત્યા કરી છે. જોકે, સમગ્ર ઘટના મામલે રાજશ્રીબેનના બહેનને શંકા ગઈ હતી
બહેનની હત્યા થયા હોવાની શંકા પોલીસ સામે કરી હતી. જેથી પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતુ. આ બાદ પતિનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યુ હતું કે, પત્નીની હત્યા કર્યા બાદ તેની બોડીને વાળથી ખેંચીને નીચે હોલમાં લાવી પુરાવાઓનો નાશ કર્યો હતો.અને આમ હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાના પતિના આ કારસો સફળ ના થયો અને તે જેલમાં ધકેલાઈ ગયો છે.