Mysamachar.in-અમદાવાદઃ
કહેવાય છે કે પતિ-પત્ની જે ઘરમાં રહેતા હોય ત્યાં વાસણ ખખડતા જ હોય છે, પરંતુ સામાન્ય બાબતે થયેલો ઝઘડો ઘણીવાર કેવું ઉગ્રસ્વરૂપ ધારણ કરે તેનું ઉદાહરણ આપતી ઘટના અમદાવાદમાં બની છે. અહીં રાત્રે બે વાગ્યાની આસપાસ પતિ-પત્ની વચ્ચે શરીર સંબંધને લઇને એવો ઝઘડો થયો કે બંનેને હોસ્પિટલ પહોંચવું પડ્યું. શહેરમાં નરોડા સ્મશાન સામે 41 વર્ષિય મહિલા પોતાના પતિ અને બે જુવાન બાળકો સાથે રહેતી હતી. આ દરમિયાન લાઇટ બિલ ન ભર્યું હોવાને કારણે ઘરમાં લાઇટ ન હતી, જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો. અચાનક રાતે બે વાગ્યાની આસપાસ પતિએ શરીર સંબંધ બાંધવાનું કહ્યું. જો કે 16 વર્ષની દીકરી જાગતી હોવાને કારણે મહિલાએ શરીર સંબંધ બાંધવાની મનાઇ કરી, મનાઇ કરતાં તેનો પતિ ઉશ્કેરાય ગયો અને જબરજસ્તી કરવા લાગ્યો. બાદમાં વાત હદથી વધી જતાં બંને વચ્ચે છૂટ્ટાહાથની મારા મારી થઇ જેમાં મહિલા અને તેના પતિને ઇજા પહોંચતા અઢી વાગ્યે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારબાદ મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી કે લાઇટ બિલ ન ભરવાના કારણે તેની પત્ની અને પુત્રીએ માર માર્યો. પતિની ફરિયાદ બાદ મહિલાએ પણ પતિ અને સાસરિયા વિરુદ્ધ વર્ષોથી દહેજની માગણી કરી ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.