Mysamachar.in-ગાંધીનગર
ગતસાંજથી તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટી તંત્રો સતત આ વાવાઝોડાની એક એક અપડેટ પર નજર રાખી રહ્યા છે, ખુદ મુખ્યમંત્રી પોતે પણ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પર કલાકો સુધી બેસી અને મોનીટરીંગ કરી રહ્યા છે, આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાને લઇને ઉચ્ચ અધકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદ તેવોએ વિગત આપતા કહ્યું કે અત્યાર સુધીમાં તાઉંતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં 1081 થાંભલા પડ્યા, 159 રસ્તાને નુકશાન થયું છે. 16500 મકાન તેમજ 6000થી વધુ ઝુપડા અસરગ્રસ્ત થયા છે. 40હજાર જેટલા વૃક્ષ ધરાશાઈ થયા છે. ભારે વરસાદના લીધે 2437 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી 484 ગામમાં વીજ પુરવઠો ફરી શરુ થયો છે. 2લાખથી વધુ લોકોનું સ્થળાંતર થયું છે. હાલ 196 રસ્તાઓ બંધ થયા છે.
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે એક પણ હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયો નથી. ચાર હોસ્પિટલોમાં જનરેટરથી વીજ પુરવઠો અપાઈ રહ્યો છે.ખેતીના પાકને જે નુકશાન થયું છે તેની વિચારણા કરવામાં આવશે. વાવાઝોડામાં ના પરિણામે રાજ્યમાં 3 લોકોના મૃત્યુ થયા છે.જેમાં વાપીમાં 1, રાજકોટમાં 1 બાળક, ગારીયાધરમાં એક વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે તેમ જણાવ્યું છે. રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, પણ અમરેલીના બગસરામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ થયો છે. આ સિવાય 35 તાલુકામાં 1ઇંચથી વધુ વરસાદ થયો હોવાનું પણ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડું અલગ અઅલગ વિસ્તારોમાં આગળ વધતું જશે. ગઈકાલે 160 કિલોમીટર પ્રતિ કલાક હોવાની તેજ ગતિ આજે 105 સુધી ગતિ છે. વાવાઝોડું નબળું પડી રહ્યું છે. આટલા બધા કલાક વાવાઝોડું ચાલે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી બાબતો ચિંતાજનક બનશે. તંત્રની એડવાન્સ પ્લાનિંગ કરી છે તેના કારણે મોટી દુર્ઘટના ઘટી નથી. મોટી જાનહાની થઈ નથી. અગાઉ બે વાવાઝોડાની આપણે તૈયારી કરીને બેઠા હતા પણ તેઓ ફંટાઈ ગયા હતા. બે લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તે ઉપયોગી સાબિત થયું છે.
રાજ્યના 2437 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. સબ સ્ટેશનો કાર્યરત થયા છે. સબ સ્ટેશન 220kv ઉપર પણ બંધ પાડ્યા છે ઝડપથી વીજ પુરવઠો પ્રસ્થાપિત થયા તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. બીજા રસ્તા ઝડપથી ચાલુ થયા તે માટે ટીમ કાર્યરત છે. સાડા સોળ હજાર મકાનો, ઝૂપડાઓને અસર થઈ છે. સર્વે કરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારોમાં 100 થી વધારે સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ 35 તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. બગસરામાં 9 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. અમરેલી અને ગીર સોમનાથના બે તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે. બાકીના બધા વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વાવાઝોડું અમદાવાદમાં ધોલેરા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે 3 લોકોના મોત થયા છે.