Mysamachar.in-જામનગર:
આગામી ૬ તારીખ રવિવારના રોજ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દરેડની કારોબારી સમિતિની યોજાનાર ત્રીવાર્ષિક ચૂંટણી માટે મતદાન કૌશલ્ય ભવન ખાતે થવાનું છે ત્યારે આ ચૂંટણીને લઈને ઉદ્યોગકારોમાં ભારે ઉતેજના અત્યારથી જ જોવા મળી રહી છે,ત્યારે વર્તમાન પેનલના પ્રમુખ દિનેશભાઈ ચાંગાણી ૧૯૯૮થી સતત બિનહરીફ ચૂંટાઈ આવતા હોય તેમની ટીમની લોકચાહના ઉદ્યોગકારોમાં જબરી જોવા મળી રહી છે,તેવું હાલનું ચિત્ર પરથી લાગી રહ્યું છે,
ચૂંટણીને લઈને ઉદ્યોગકારોમાં છેલ્લા કેટલાય દિવસોથી સોશ્યલ મીડિયામાં પરીવર્તન પેનલને ફરી સતારૂઢ કરવા અંગેના અને વર્તમાન બોડીની સિદ્ધિઓના મેસેજ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે તે મેસેજ પર જો નજર કરવામાં આવે તો અહી દર્શાવેલો મેસેજ ઉદ્યોગકારોમાં ખૂબ જ જોવાઈ રહ્યો છે,જે આ પ્રમાણે છે.
શું છે એ મેસેજ?
પરિવર્તન લાવવાના હેતુથી ચોક્કસ લોકો દ્વારા બીન અનુભવી લોકોને ચૂંટણીમાં જીતાડવાના હેતુથી રૂપિયાના જોરે તથા ધમકી આપીને પણ યેનકેન પ્રકારે મતોને પોતાની તરફેણમાં લાવવાના ખરાબ હેતુને ઉદ્યોગકારો એ સમજ પૂર્વક વખોડી કાઢયું છે,અમે સત્યની સાથે જ હતા ને સત્યની સાથે જ રહેવાના છીએ,રૂપિયાના જોરે મતો લેવાના ઉદ્દેશથી આપણો દેશ જ્યારે પીડાઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગકારોએ સમજવું જોઈએ કે સત્ય શું છે?આગામી ચૂંટણીમાં સત્ય ની સાથે રહી અનુભવી લોકોને ચૂંટીને ફેસ ટુ ફેસ થ્રીની સમસ્યાઓને મજબૂત સમાધાન મળે એ હેતુથી તારીખ 6 જાન્યુઆરી 2019 ના દિવસે તમારો અમુલ્ય મત આપી સ્વસ્તિકની નિશાની પર મહોર મારી અમારી પેનલને વિજેતા બનાવવા નમ્ર વિનંતી છે.