Mysamachar.in-ગાંધીનગર:
જાહેરમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો એકબીજાના પક્ષની નીતિનો વિરોધ કરીને જનતામાં વાહવાહી મેળવતા હોય છે. પરંતુ જ્યારે વાત આવે પોતાના હકહિસ્સાની ત્યારે આ જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં ગજબની એકતા જોવા મળે છે.જેના ઉદાહરણરૂપે ગુજરાત સરકાર દ્વારા તમામ ધારાસભ્યની રજૂઆતના પગલે મેડિકલ પોલીસીમાં સુધારો કરીને હવે ધારાસભ્યો બીમાર પડે તો ૧૫ લાખનો હોસ્પિટલ ખર્ચ સરકાર ભોગવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે,
આમ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ આયુષ્યમાન ભારત યોજના હેઠળ BPL યાદીમાં નામ ધરાવતા પરિવારને તબીબી સારવાર માટે ૫ લાખની રાહત આપવાની યોજના લોન્ચ કરી છે અને ગુજરાત સરકાર દ્વારા માં-અમૃતમ કાર્ડ હેઠળ 3 લાખની આવક ધરાવતા પરિવારો માટે 2 લાખની તબીબી સારવારની યોજના અમલમાં છે. તેવામાં ગુજરાતનાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો બીમાર પડે તો સરકાર ૧૫ લાખ સુધી તબીબી ખર્ચ ભોગવશે અને ધારાસભ્યો હવે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકશે. સરકારના આ નિર્ણયથી પૂર્વ ધારાસભ્યોને પણ આ મેડિકલ પોલીસીનો લાભ મળશે.
આમ ગુજરાતના તમામ ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્ય સરકારે સારવાર ખર્ચમાં વધારો કરવાની લીલીઝંડી આપી છે. ત્યારે અગાઉ પગાર વધારા મામલે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો એકતા દર્શાવીને રજૂઆત કરતા ૧.૧૬ જેવો ધારાસભ્યોનો પગાર વધારો કરાયો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.