Mysamachar.in-જામનગર:
જામનગરમાં શરુ સેક્શન રોડ પર કેશા પટેલની વાડી તરીકે જાણીતી જગ્યા પર જામનગરના પ્રતિષ્ઠિત ભાનુશાળી પરિવાર દ્વારા પુ.જીજ્ઞેશદાદાની શ્રીમદ ભાગવત કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોની બેઠક વ્યવસ્થાઓ ઉપરાંતની દરરોજ અહી હ્જારો ભક્તોની વિશાળ જનમેદની કથાનું શ્રવણ કરવા ઉમટી પડે છે, ત્યારે એક વિશેષ ભક્તિમય માહોલ ઉભો થાય છે.
શિવ ધામ ખાતે જામનગરના જયંતીભાઈ નાથાલાલ ફલીયા પરિવાર આયોજિત કથાકાર જીગ્નેશ દાદાની ભાગવત કથામાં ગતરોજ કૃષ્ણ જન્મોત્સવમાં એટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું કે પંડાલ પણ ટૂંકો પડ્યો ત્યારે કૃષ્ણ જન્મ સહિત ચાર પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં કથા શ્રાવકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને વાતાવરણ ભક્તિના રંગે રંગાય ગયું હતું કથા પૂર્ણ થયા પછી દરરોજ ની માફક સમૂહ પ્રસાદમાં પણ ભારે ભીડ ના દ્રશ્યો સામે આવ્યા હતા.
ગતરોજ કથામાં શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા જેમાં ડૉ. અમૃતલાલ ભોગયતાજી ભાગવતાચાર્ય, જીતેન્દ્ર એચ. લાલ, ડૉ. એમ. કે. ફલિયા, ડૉ. કે. એસ. માહેશ્વરી, ડો. તુષારભાઈ શિંગાળા, ડૉ. હિમાંશુ પેશાવરીયા, પૂર્વ બીજેપી પ્રમુખ અશોકભાઈ નંદા , જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, બીજેપી મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, શાંતિભાઈ કનખરા, વસંતભાઈ કટારીયા, એડવોકેટ મિહિરભાઈ નંદા, મનસુખભાઈ કનખરા, મેહુલભાઈ કાનાણી, દેવશીભાઇ ચેતરીયા, મધુભાઈ ચોવટીયા, જોબનપુત્રા પરિવાર સહિતના લોકોએ કથાના શ્રાવક બની કથા શ્રવણ કરેલ હોવાનું આયોજક પરિવારના જય જયંતિભાઈ ફલીયાએ જણાવેલ હતું.





